Lyrics for the song:
Chabi khub sari bahu pyari tari o prabhu Isu lage re
Gujarati Christian Song Lyrics
Chabi khub saari bahu pyaari taari, o prabhu Isu, laage re.
1 Prem, dayaa, shubh karunaa, mamataa, deepe che sarvaange re. Chabi.
2 Raankapanu, bahu dinataa nirakhi muj man motap tyaage re. Chabi.
3 Mitromaa tu shreshta sakhaa thai bahuvidh sankat bhaage re. Chabi.
4 Premi kar dai naath ugaare, jav tufaano jaage re. Chabi.
5 Aatmik yuddhe dhaal khari tu, shatrubaan na vaage re. Chabi.
6 Mahaa manohar misht tu laage, tuj sangat man laage re. Chabi.
7 Sharan grahine naath dayaanidh, gaau nirantar raage re. Chabi.
8 Daas aapno bahu abhilaashi, darshan nit nit maage re. Chabi.
છબી ખૂબ સારી બહુ પ્યારી તારી ઓ પ્રભુ ઈસુ લાગે રે
છબી ખૂબ સારી બહુ પ્યારી તારી, ઓ પ્રભુ ઈસુ, લાગે રે.
૧ પ્રેમ, દયા, શુભ કરુણા, મમતા, દીપે છે સર્વાંગે રે. છબી.
૨ રાંકપણું, બહુ દીનતા નીરખી મુજ મન મોટપ ત્યાગે રે. છબી.
૩ મિત્રોમાં તું શ્રેષ્ઠ સખા થઈ બહુવિધ સંકટ ભાગે રે. છબી.
૪ પ્રેમી કરે દઈ નાથ ઉગારે, જવ તુફાનો જાગે રે. છબી.
૫ આત્મિક યુદ્ધે ઢાલ ખરી તું, શત્રુબાણ ન વાગે રે. છબી.
૬ મહા મનોહર મિષ્ટ તું લાગે, તુજ સંગત મન લાગે રે. છબી.
૭ શરણ ગ્રહીને નાથ દયાનિધ, ગાઉં નિરંતર રાગે રે. છબી.
૮ દાસ આપનો બહુ અભિલાષી, દર્શન નિત નિત માગે રે. છબી.
Higly Rated Songs | Rating | Votes |
---|