Juo kalataru par aje ughadi naveen kali ek lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Juo, kaalataru par aaje ooghadi naveen kali ek,
Saurabh teni khoob maghamaghe maanav to harakhaay harek;
Kanchan kiranadhaari bhaanu oogyo karataan jhagajhagaat,
Paame nootan chetan tethi, sakal pashu, jan, pankhi, jhaad.
2 Sheet sameer balishth ghanero, vaaye jor kari sahu thaar,
Ooghadeli e pushp kali par, naachi raache aparanpaar !
Beeji ena jevi kaleeo tranasen upar chosath jaan,
Ooghadashe e nitya akeki, emaan kain sandeh na aan.
3 Pratham kali te pratham divas jaanyuaareeno kahevaay,
Nootan varas kaheeye tene te din anand, utsav thaay;
Taaran saadhak prem janaava, Ishvar mahima gaava kaaj,
Khrist tani vadava shubh vaato, varas navun bethun chhe aaj.
4 Prabhauye paalan poshan keedhun, varas gayun temaan nit nit,
Aadhi vyaadhi sarv nivaari sukhi raakhyaan, keedhi preet;
Taarak, paalak thaeene tene sahune deedhun jeevanadaan,
E upakaar gani sahu tene aapo gaurav, stuti, maan.
જુઓ, કાળતરુ પર આજે ઊઘડી નવીન કળી એક
૧ જુઓ, કાળતરુ પર આજે ઊઘડી નવીન કળી એક,
સૌરભ તેની ખૂબ મઘમઘે માનવ તો હરખાય હરેક;
કંચન કિરણધારી ભાનુ ઊગ્યો કરતાં ઝગઝગાટ,
પામે નૂતન ચેતન તેથી, સકળ પશુ, જન, પંખી, ઝાડ.
૨ શીત સમીર બળિષ્ઠ ઘણેરો, વાયે જોર કરી સહુ ઠાર,
ઊઘડેલી એ પુષ્પ કળી પર, નાચી રાચે અપરંપાર !
બીજી એના જેવી કળીઓ ત્રણસેં ઉપર ચોસઠ જાણ,
ઊઘડશે એ નિત્ય અકેકી, એમાં કૈં સંદેહ ન આણ.
૩ પ્રથમ કળી તે પ્રથમ દિવસ જાન્યુઆરીનો કહેવાય,
નૂતન વરસ કહીએ તેને તે દિન આનંદ, ઉત્સવ થાય;
તારણ સાધક પ્રેમ જણાવા, ઈશ્વર મહિમા ગાવા કાજ,
ખ્રિસ્ત તણી વદવા શુભ વાતો, વરસ નવું બેઠું છે આજ.
૪ પ્રભુએ પાલન પોષણ કીધું, વરસ ગયું તેમાં નિત નિત,
આધિ વ્યાધિ સર્વ નિવારી સુખી રાખ્યાં, કીધી પ્રીત;
તારક, પાળક થઈને તેણે સહુને દીધું જીવનદાન,
એ ઉપકાર ગણી સહુ તેને આપો ગૌરવ, સ્તુતિ, માન.
Higly Rated Songs | Rating | Votes |
---|