Lyrics for the song:
He yahowa, tuj aadhar
Gujarati Christian Song Lyrics
Tek: He yahowa, tuj aadhar, tu win jagma hu lachar,
Muj par tari priti apar.
1 Gadh majboot ane killo maro, He prabhu, tu che taranharo,
Satru senyathi mujne bachawe, stutine yogya,ek prabhu, tu che.
2 Mrutyubandhan ghere mujne, dushtna moja darawe mujne,
Sankatma pokar, prabhu, sunje, aakashnaami neeche utarje.
3 Tari prasanntaa manma rakhu. Nyayipanaanu phal hu chakhu,
Antarni prabhu shuddhi mage, shuddh jano tuj darshan pame.
4 Tara widhio sanmukh rakhu, tara hukamo sarwa hu palu,
Dukhi janne khachit bachawe, garwisth janno garv dabaave.
5 Tu che, yahowa, Deepak saro, andharama che prakash maro,
Tuj teje sahu timir hathe che, tuj krupaae vijay male che.
હે યહોવા, તુજ આધાર
ટેક: હે યહોવા, તુજ આધાર, તું વિણ જગમાં હું લાચાર,
મુજ પર તારી પ્રીતિ અપાર.
૧ ગઢ મજબૂત અને કિલ્લો મારો, હે પ્રભુ, તું છે તારણહારો,
શત્રુ સૈન્યથી મુજને બચાવે, સ્તુતિને યોગ્ય, એક પ્રભુ, તું છે.
૨ મૃત્યુબંધન ધેરે મુજને, દુષ્ટનાં મોજાં ડરાવે મુજને,
સંકટમાં પોકાર, પ્રભુ, સુણજે, આકાશનામી નીચે ઊતરજે.
૩ તારી પ્રસન્નતા મનમાં રાખું, ન્યાયીપણાનું ફળ હું ચાખું,
અંતરની પ્રભુ શુદ્ધિ માગે, શુદ્ધ જનો તુજ દર્શન પામે.
૪ તારા વિધિઓ સન્મુખ રાખું, તારા હુકમો સર્વ હું પાળું,
દુ:ખી જનને ખચીત બચાવે, ગર્વિષ્ઠ જનનો ગર્વ દબાવે.
૫ તું છે, યહોવા, દીપક સારો, અંધારામાં છે પ્રકાશ મારો,
તુજ તેજે સહુ તિમિર હઠે છે, તુજ કૃપાઍ વિજય મળે છે.
More information on this song
Lyrics by: J.S.Prakash
Higly Rated Songs | Rating | Votes |
---|