Mam shishya thashonahi vyaakul re lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1 "Mam shishya thashonahi vyaakul re,
    tam ur udaaseenata na ghare !"
    Jagama bahu sankat thaay kada,
    pahn hu rahu chhu, tam saath sada.

2     Raj beek dharo nahi sant tame,
    dharajo bahu dheeraj sarv same;
    Eetabaar prabhu par jem karo,
    muj upar em imaan dharo.

3     Jau chhu tamathi ja vidaay lai,
    dilageer thasho urama na kai,
    Muj baap tahna gharama vasava,
    jau chhu tam kaaj jaga karava.

4     Pahn aaveesh hu tam paas phari,
    tam kaaj jaga nakki siddh kari,
    Muj paas laeesh pachhi tamane,
    sukhavaas mahee vasava hu kane.

5     Sat hu, vahdi jeevan, maarag chhu,
    svar maahi java jagataarak chhu;
    Jyam hu rahu chhu ja jeevant sada,
    jeevashe tyam, je muj shishya badha.

This song has been viewed 123 times.
Song added on : 2/12/2021

મમ શિષ્ય થશોનહિ વ્યાકુળ રે

૧ મમ શિષ્ય થશોનહિ વ્યાકુળ રે, તમ ઉર ઉદાસીનતા ન ઘરે !"
    જગમાં બહુ સંકટ થાય કદા, પણ હું રહું છું, તમ સાથ સદા.

ર     રજ બીક ધરો નહિ સંત તમે, ધરજો બહુ ધીરજ સર્વ સમે;
    ઈતબાર પ્રભુ પર જેમ કરો, મુજ ઉપર એમ ઈમાન ધરો.

૩     જઉં છું તમથી જ વિદાય લઈ, દિલગીર થશો ઉરમાં ન કંઈ,
    મુજ બાપ તણા ઘરમાં વસવા, જઉં છું તમ કાજ જગા કરવા.

૪     પણ આવીશ હું તમ પાસ ફરી, તમ કાજ જગા નક્કી સિદ્ધ કરી,
    મુજ પાસ લઈશ પછી તમને, સુખવાસ મહીં વસવા હું કને.

૫     સત હું, વળી જીવન, મારગ છું, સ્વર માંહી જવા જગતારક છું;
    જ્યમ હું રહું છું જ જીવંત સદા, જીવશે ત્યમ, જે મુજ શિષ્ય બધા.



An unhandled error has occurred. Reload 🗙