Shiyadani hati thandi raat betha meshapaalo ghetani sath lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Shiyaalaani hati thandi raat, betha meshapaalo ghetaani saath,
Doote Janaavi Noel jyare, teo khetarmaa sau hataa tyare.
Tek: Noel, Noel, Noel, Noel, dehdhaari thayo Imaanuael.
2 Gaganane joyo taaro tyaa aek, je dur hato purv dishaamaa chek;
Bhuae bhaari prakaash pragatyo, aakho divas te to jaari rahyo. Noel.
3 Aa motu tej nihaali kari, chaalyaa maagio dil khushi dhari;
Umangi aashaa dharine mane gaya swargi bhupne darshane. Noel.
4 Ta taaro agre chaalato aem, te jaine thambhyo bethalehem;
Podhyo hato devputra je thaar, tyaa aavine stheer rahyo te vaar. Noel.
5 Po'chyaa teo prabhu janmyo jya, ghuntane padine te namyaa tyaa;
Prabhu paaye mukyaa sundar daan, bol ne sonu ane lobaan. Noel.
6 Umange gaao, sarva sugaan, maano swargi bhupane mahimaavaan;
Shrusthinaa swamiae deh dharyo, ne potaane rakte uddhaar karyo. Noel.
શિયાળાની હતી ઠંડી રાત બેઠા મેષપાળો ઘેટાંની સાથ
૧ શિયાળાની હતી ઠંડી રાત, બેઠા મેષપાળો ઘેટાંની સાથ,
દૂતે જણાવી નોએલ જ્યારે, તેઓ, ખેતરમાં સૌ હતા ત્યારે.
ટેક : નોએલ, નોએલ, નોએલ, નોએલ, દેહધારી થયો ઈમાનુએલ.
૨ ગગને જોયો તારો ત્યાં એક, જે દૂર હતો પૂર્વ દિશામાં છેક;
ભૂએ ભારી પ્રકાશ પ્રગટ્યો, આખો દિવસ તે તો જારી રહ્યો. નોએલ.
૩ આ મોટું તેજ નિહાળી કરી, ચાલ્યા માગીઓ દિલ ખુશી ધરી;
ઉમંગી આશા ધરીને મને ગયા સ્વર્ગી ભૂપને દર્શને. નોએલ.
૪ ત તારો અગ્રે ચાલતો એમ, તે જઈને થંભ્યો બેથલેહેમ;
પોઢ્યો હતો દેવપુત્ર જે ઠાર, ત્યાં આવીને સ્થિર રહ્યો તે વાર. નોએલ.
૫ પોં'ચ્ચા તેઓ પ્રભુ જન્મ્યો જ્યાં, ઘૂંટણે પડીને તે નમ્યા ત્યાં;
પ્રભુ પાયે મૂક્યાં સુંદર દાન, બોળ ને સોનું અને લોબાન. નોએલ.
૬ ઉમંગે ગાઓ, સર્વ સુગાન, માનો સ્વર્ગી ભૂપને મહિમાવાન;
સૃષ્ટિના સ્વામીએ દેહ ધર્યો, ને પોતાને રક્તે ઉદ્ધાર કર્યો. નોએલ.
More information on this song
Original Enligsh Hymn: The First Noel
Translated by: K.M. Ratnagrahi
Higly Rated Songs | Rating | Votes |
---|