Mandadino payo ek ja te prabhu Isu dhar lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Mandahdeeno paayo ek ja, te prabhu Isu dhaar,
    Upajaavi navi chhek ja vachan ne paahni dvaar;
    Svargethi kanya leva te aavyo neeche jaahn,
    Ne tene jeevan deva potaano aapyo praan.

2     Sahu deshothi te leedhi topahn te ek ja khaas,
    Ek ja Ishvarano vidhi paahdi raakhe vishvaas;
    Ek naamni stuti gaai ek kare shuddhaahaar,
    Ne krupaathi chhavaai chaale ek aasha dvaar.

3     Teni maha peeda dhaari jagat nindaathi joy,
    Phuto tema hoy bhaari, durmtathi dukhi hoy;
    Pan santo to pokaare: "Kya sudhi, he dhani?"
    Rudanni raatri bhaare veetye khushi ghani.

4     Maate ladaai kare ne vethe dukho haal,
    Shaantini aasha dhare ke male te sahu kaal;
    Gauravne dekhi tyaare trupti thai jashe,
    Ne jayvant mandahdi bhaare shaantivaahdi thashe.

5     Bhuae te sambandh raakhe triek prabhu sanghaat,
    Ne guhya sangat daakhe vishraam paamela saath;
    Ha, shuddh ne sukhi keva ! He prabhu, de te vaas,
    Te namra jano jeva thai raheeye taari paas.

This song has been viewed 56 times.
Song added on : 2/9/2021

મંડળીનો પાયો એક જ તે પ્રભુ ઈસુ ધાર

૧  મંડળીનો પાયો એક જ, તે પ્રભુ ઈસુ ધાર,
    ઉપજાવી નવી છેક જ વચન ને પાણી દ્વાર;
    સ્વર્ગેથી કન્યા લેવા તે આવ્યો નીચે જાણ,
    ને તેને જીવન દેવા પોતાનો આપ્યો પ્રાણ.

૨     સહું દેશોથી તે લીધી તોપણ તે એક જ ખાસ,
    એક જ ઈશ્વરનો વિધિ પાળી રાખે વિશ્વાસ;
    એક નામની સ્તુતિ ગાઈ એક કરે શુદ્ધાહાર,
    ને કૃપાથી છવાઈ ચાલે એક આશા દ્વાર.

૩     તેની મહા પીડા ધારી જગત નિંદાથી જોય,
    ફૂટો તેમાં હોય ભારી, દુર્મતથી દુ:ખી હોય;
    પણ સંતો તો પોકારે: "ક્યાં સુધી, હે ધણી?"
    રુદનની રાત્રી ભારે વીત્યે ખુશી ઘણી.

૪     માટે લડાઈ કરે ને વેઠે દુ:ખો હાલ,
    શાંતિની આશા ધરે કે મળે તે સહુ કાળ;
    ગૌરવને દેખી ત્યારે તૃપ્તિ થઈ જશે,
    ને જયવંત મંડળી ભારે શાંતિવાળી થશે.

૫     ભૂએ તે સંબંધ રાખે ત્રિએક પ્રભુ સંઘાત,
    ને ગુહ્ય સંગત દાખે વિશ્રામ પામેલા સાથ;
    હા, શુદ્ધ ને સુખી કેવા ! હે પ્રભુ, દે તે વાસ,
    તે નમ્ર જનો જેવા થઈ રહીએ તારી પાસ.

Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙