Badshahi gaurav biraje, tratana lalate lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Baadshaahi gaurav biraaje, traataanaa lalaate,
Shir shobhe tejasvi taaje, krupaa vahe mukh vaate.
2 Mahaa sankatmaa mane joine, ghaayo maari vahaare;
Shaapit stambh tene sahine haryu muj dukh bhaare.
3 Tene manushyaputro saath sarkhaavi naa shakaay,
Sundar dooto kartaa muj naath sundartaamaa sohaay.
4 Muj jeevan, shvaas ne sau aanand taaraa didhelaa che,
Mot par mane kari jayvant ghorthi bachaave che.
5 Lai jaay te swarg dhaame tenaa muj thaakelane, khare !
Dekhaade devane sau mahimaa, muj harsh puro kare.
6 Taaro ae divy prem apaare che muj dilamaa hayaat,
Te kaaj jo hot hruday hajaar, prabhu, te taaraa thaat.
બાદશાહી ગૌરવ બિરાજે ત્રાતાના લલાટે
૧ બાદશાહી ગૌરવ બિરાજે, ત્રાતાના લલાટે,
શિર શોભો તેજસ્વી તાજે, કૃપા વહે મુખ વાટે.
૨ મહા સંકટમાં મને જોઈને, ઘાયો મારી વહારે;
શાપિત સ્તંભ તેણે સહીને હર્યું મુજ દુ:ખ ભારે.
૩ તેને મનુષ્યપુત્રો સાથ સરખાવી ના શકાય,
સુંદર દૂતો કરતાં મુજ નાથ સુંદરતામાં સોહાય.
૪ મુજ જીવન, શ્વાસ ને સૌ આનંદ તારાં દીધેલાં છે,
મોત પર મને કરી જયવંત ઘોરથી બચાવે છે.
૫ લઈ જાય તે સ્વર્ગ ધામે તેના મુજ થાકેલને, ખરે !
દેખાડે દેવનો સૌ મહિમા, મુજ હર્ષ પૂરો કરે.
૬ તારો એ દિવ્ય પ્રેમ અપારે છે મુજ દિલમાં હયાત,
તે કાજ જો હોત હ્રદય હજાર, પ્રભુ, તે તારાં થાત.
More information on this song
Original English Hymn: Majestic Sweetness
Lyrics by: Shemyul Stennet
Translated by: M. Z. Thakor
Higly Rated Songs | Rating | Votes |
---|