Majabot killo apahno dev te shastra tatha dhal lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Majaboot killo aapahno dev, te shastra tatha dhaal;
Jo dukhama pade aapahno jeev, to rakshe te sahu kahd.
Joono vairi shetaan, te saame thaay bahdavaan;
Anyaay, kapat, e tena to shastra chhe,
N koi te samaan.
2 Maanavana bahdathi kai na thaay, te paame haar vhelo,
Pahn sange lade shooro raay, je devathi tharelo.
Poochho, te kohn hashe? To Isu Khrist te,
Sainyono je prabhu, na anya ko vibhu;
Te kadi nahi haraashe.
3 Ne raakshas hoy sarvada, gahdi java taiyaar,
Toye na aapahnane kada kai beek laaganaar.
Aa jag kero raay vikraahd chho dekhaay;
Shu kare nukasaan? Te pote bandeevaan:
Ek shabd tene paade.
4 Te yukti, jor chho kare, prabhuni vaat rahe chhe.
Isu tharaav anusare aatmaane krupa de chhe.
Teo le bhale praahn, stri, chhokara, vitt, maan;
Toy ethi shu vishesh? Na take te hamesh:
Aapahnane raajya rahe chhe.
મજબૂત કિલ્લો આપણો દેવ તે શસ્ત્ર તથા ઢાલ
૧ મજબૂત કિલ્લો આપણો દેવ, તે શસ્ત્ર તથા ઢાલ;
જો દુ:ખમાં પડે આપણો જીવ, તો રક્ષે તે સહુ કાળ.
જૂનો વૈરી શેતાન, તે સામે થાય બળવાન;
અન્યાય, કપટ, એ તેનાં તો શસ્ત્ર છે,
ન કોઈ તે સમાન.
૨ માનવના બળથી કંઈ ન થાય, તે પામે હાર વ્હેલો,
પણ સંગે લડે શૂરો રાય, જે દેવથી ઠરેલો.
પૂછો, તે કોણ હશે? તો ઈસુ ખ્રિસ્ત તે,
સૈન્યોનો જે પ્રભુ, ન અન્ય કો વિભુ;
તે કદી નહિ હરાશે.
૩ ને રાક્ષસ હોય સર્વદા, ગળી જવા તૈયાર,
તોયે ન આપણને કદા કંઈ બીક લાગનાર.
આ જગ કેરો રાય વિક્રાળ છો દેખાય;
શું કરે નુકસાન? તે પોતે બંદીવાન:
એક શબ્દ તેને પાડે.
૪ તે યુક્તિ, જોર છો કરે, પ્રભુની વાત રહે છે.
ઈસુ ઠરાવ અનુસરે આત્માને કૃપા દે છે.
તેઓ લે ભલે પ્રાણ, સ્ત્રી, છોકરાં, વિત્ત, માન;
તોય એથી શું વિશેષ? ન ટકે તે હમેશ:
આપણને રાજ્ય રહે છે.
More information on this song
Original English Hymn: Ein feste burg
Lyrics: Martin Luther
Translated by: J. S. Stevenson
Higly Rated Songs | Rating | Votes |
---|