Mane malyu anmool moti, anande gay che mun lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Mane malyu anmool moti, aanande gaay che mun;
    Harkhaayaa vinaa chaale nahi, mane che kevu dhan!

1     Khrist maaro che, sauno prabhu, raajaaono raajaa;
    Nyaayno suraj to che Isu, Isu che jagtraataa.

2     Khrist che mujh ann, Khrist che mujh jal, aushadh, tandurasti,
    Mujh shaanti, aanand tathaa bal, mujh dhan thathaa kirti,

3     Madyasthi karanaar aakaashamaa, pritam ne premi bhai,
    Pitaa ne mitra, ae saghadaa mujh Khristamaa goon samaay.

4     Mujh Khrist che sau kartaa uncho, mujh Khristne shu naam dau!
    Che Khrist pahelo, che Khrist chello, mujh Khrist che maaru sahu.

This song has been viewed 159 times.
Song added on : 2/1/2021

મને મળ્યું અણમૂલ મોતી આનંદે ગાય છે મન

    મને મળ્યું અણમૂલ મોતી, આનંદે ગાય છે મન;
    હરખાયા વિના ચાલે નહિ, મને છે કેવું ધન!

૧     ખ્રિસ્ત મારો છે, સૌનો પ્રભુ, રાજાઓનો રાજા;
    ન્યાયનો સૂરજ તો છે ઈસુ, ઈસુ છે જગત્રાતા.

૨     ખ્રિસ્ત છે મુજ અન્ન, ખ્રિસ્ત છે મુજ જળ, ઔષધ, તંદુરસ્તી,
    મુજ શાંતિ, આનંદ તથા બળ, મુજ ધન તથા કીર્તિ,

૩     મધ્યસ્થી કરનાર આકાશમાં, પ્રીતમ ને પ્રેમી ભાઈ,
    પિતા ને મિત્ર, એ સઘળા મુજ ખ્રિસ્તમાં ગુણ સમાય.

૪     મુજ ખ્રિસ્ત છે સૌ કરતાં ઊંચો, મુજ ખ્રિસ્તને શું નામ દઉં!
    છે ખ્રિસ્ત પહેલો, છે ખ્રિસ્ત છેલ્લો, મુજ ખ્રિસ્ત છે મારું સહુ.



An unhandled error has occurred. Reload 🗙