Gabhan manhe juo paranun pan chhe nahen lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Gabhaan maanhe juo, paaranun pan chhe naheen,
Prabhu Isu pote sootelo chhe taheen.
Aakaashamaanna taara nihaalata aa kaal;
Sooka dhaasani maanhe sooto Isu baal.
2 Dhoro tyaan baraade tethi jaage baal,
Isu naano chhe pan rade nahi te kaal;
Isu, tujane chaahun ! Svargethi nihaal,
Muj bichhaana paase rahi mujane sambhaal.
3 Prabhu, muj paas rahe tun, Prabhu, paase rahe :
Muj par preeti karataan sada paase rahe.
Priya baalakone aashish dai sambhaal,
Lai aakaashamaan tuj paas raakh aa sarve baal.
ગભાણ માંહે જુઓ પારણું પણ છે નહીં
૧ ગભાણ માંહે જુઓ, પારણું પણ છે નહીં,
પ્રભુ ઈસુ પોતે સૂતેલો છે તહીં.
આકાશમાંના તારા નિહાળતા આ કાળ;
સૂકા ધાસની માંહે સૂતો ઈસુ બાળ.
૨ ઢોરો ત્યાં બરાડે તેથી જાગે બાળ,
ઈસુ નાનો છે પણ રડે નહિ તે કાળ;
ઈસુ, તુજને ચાહું ! સ્વર્ગેથી નિહાળ,
મુજ બિછાના પાસે રહી મુજને સંભાળ.
૩ પ્રભુ, મુજ પાસ રહે તું, પ્રભુ, પાસે રહે :
મુજ પર પ્રીતિ કરતાં સદા પાસે રહે.
પ્રિય બાળકોને આશિષ દઈ સંભાળ,
લઈ આકાશમાં તુજ પાસ રાખ આ સર્વે બાળ.
Higly Rated Songs | Rating | Votes |
---|