He sainyana Prabhu dev aa mandir tarun khas chhe lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  He sainyana Prabhu dev ! aa mandir taarun khaas chhe,
    Raleeaaamana aa mandape, taaro pavitra nivaas chhe.
    Prabhu ! De sukhad milaap aaje e amaari aash chhe,
    Tuj aanganaanni sarvada, am antare abhilaash chhe.

2     Aaraadhana ne praarthana, taari aheen thaaye ghani !
    Tuj premachakshu ne shravan, khullaan rahe mandir bhani !
    Sun praarth ne deje kshama, am sarv aparaadho tani,
    Tuj divya shuddhaatma tani, kar vrashti am par, he dhani !

3     Sahu sevako mandir maanhe, sev shubh reete kare,
    Siyonana shuddh maarg je, nij dhyaanamaan teo dhare,
    Saundary tuj avalokava, aave jano aa mandire !
    Niraash, ghaayal ne shramit, aaraam paame antare !

4     Mandir-pratishtha maanhi de, taari meethi sannidhata !
    Vyaapi rahe tuj sauravi, emaan sadaay samakshata !
    Mandiraroopi bhet aa, sveekaar hai Ishvarapita !
    Taari pavitra sev maate, aaj tene sthaapataan !

This song has been viewed 100 times.
Song added on : 3/4/2021

હે સૈન્યના પ્રભુ દેવ આ મંદિર તારું ખાસ છે

૧  હે સૈન્યના પ્રભુ દેવ ! આ મંદિર તારું ખાસ છે,
    રળીાામણા આ મંડપે, તારો પવિત્ર નિવાસ છે.
    પ્રભુ ! દે સુખદ મિલાપ આજે એ અમારી આશ છે,
    તુજ આંગણાંની સર્વદા, અમ અંતરે અભિલાષ છે.

૨     આરાધના ને પ્રાર્થના, તારી અહીં થાયે ઘણી !
    તુજ પ્રેમચક્ષુ ને શ્રવણ, ખુલ્લાં રહે મંદિર ભણી !
    સુણ પ્રાર્થ ને દેજે ક્ષમા, અમ સર્વ અપરાધો તણી,
    તુજ દિવ્ય શુદ્ધાત્મા તણી, કર વૃષ્ટિ અમ પર, હે ધણી !

૩     સહુ સેવકો મંદિર માંહે, સેવ શુભ રીતે કરે,
    સિયોનના શુદ્ધ માર્ગ જે, નિજ ધ્યાનમાં તેઓ ધરે,
    સૌન્દર્ય તુજ અવલોકવા, આવે જનો આ મંદિરે !
    નિરાશ, ઘાયલ ને શ્રમિત, આરામ પામે અંતરે !

૪     મંદિર-પ્રતિષ્ઠા માંહી દે, તારી મીઠી સન્નિધતા !
    વ્યાપી રહે તુજ સૌરવી, એમાં સદાય સમક્ષતા !
    મંદિરરૂપી ભેટ આ, સ્વીકાર હૈ ઈશ્વરપિતા !
    તારી પવિત્ર સેવ માટે, આજ તેને સ્થાપતાં !



An unhandled error has occurred. Reload 🗙