Khrist mukhya je mathalu te payo saday chhe lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Khrist mukhya je mathaalun te paayo sadaay chhe;
    Tethi tenun mahimaavaalun mandal ek thaay chhe.
    Te siyonano krapaalu traata ne sahaay chhe.

2     E pavitra she'r maanhya teni stuti thaay chhe;
    Tena lok geeto tyaanya atyaanande gaay chhe.
    Poore harshe tyaan sadaay dev triek pujaay chhe.

3     Khrist, mandir aa sveekaar, aaj tane bolaaveeye,
    Kaan preme dhar je vaar, praarthan chadhaaveeye;
    Ne tuj aasheervaas prasaar jo sannidh aaveeye.

4     Taara sevako aa thaame, tuj aaraadhana kare,
    Tyaare sahu maagelun paale, ne tun saathe aakhare
    Svargana pavitra dhaame raajya sarvada kare.

5     Mahima, stuti ho pitaane, sarvashaktimaan je;
    Mahima, stuti ho putrane, devano halavaan je;
    Mahima, stuti shuddhaatmaane : Prabhune vakhaanaje.

This song has been viewed 99 times.
Song added on : 3/4/2021

ખ્રિસ્ત મુખ્ય જે મથાળું તે પાયો સદાય છે

૧  ખ્રિસ્ત મુખ્ય જે મથાળું તે પાયો સદાય છે;
    તેથી તેનું મહિમાવાળું મંડળ એક થાય છે.
    તે સિયોનનો કૃપાળુ ત્રાતા ને સહાય છે.

૨     એ પવિત્ર શે'ર માંહ્ય તેની સ્તુતિ થાય છે;
    તેના લોક ગીતો ત્યાંય અત્યાનંદે ગાય છે.
    પૂરે હર્ષે ત્યાં સદાય દેવ ત્રિએક પુજાય છે.

૩     ખ્રિસ્ત, મંદિર આ સ્વીકાર, આજ તને બોલાવીએ,
    કાન પ્રેમે ધર જે વાર, પ્રાર્થન ચઢાવીએ;
    ને તુજ આશીર્વાસ પ્રસાર જો સન્નિધ આવીએ.

૪     તારા સેવકો આ ઠામે, તુજ આરાધના કરે,
    ત્યારે સહુ માગેલું પાલે, ને તું સાથે આખરે
    સ્વર્ગના પવિત્ર ધામે રાજ્ય સર્વદા કરે.

૫     મહિમા, સ્તુતિ હો પિતાને, સર્વશક્તિમાન જે;
    મહિમા, સ્તુતિ હો પુત્રને, દેવનો હલવાન જે;
    મહિમા, સ્તુતિ શુદ્ધાત્માને : પ્રભુને વખાણજે.

Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙