Jyare vishvasu Khristi lok Isuman unghi jay lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Jyaare vishvaasu Khristi lok Isumaan oonghi jaay,
Tyaare te amar chhataan shok ne rudan shaane thaay ?
2 Ne jem adharmeeo niraash, tem tame thaao kem ?
Mooa pachhi malashe aakaash, taan badhun thashe kshem.
3 Maranamaanthi utthaan paameene, isauye keedho jay,
Tem shishyo jagamaan mareene jeevan gaalashe nirbhay.
4 Isu kaadheene moto saad ughaadashe sahu shmagy;
Ne chhelle shinge thashe naad, te pahonchashe sarv sthaan.
5 Ne devana bhakto chhooteene chadhashe aanande bahu;
Aakaashi sena bheteene teone malashe sahu.
6 Hyaan thodaan varsho veeti jaay, tyaare jaeeshun te desh;
Mitromaan tyaan viyog nahi thaay, malashe shuddh sukh hamesh.
જ્યારે વિશ્વાસુ ખ્રિસ્તી લોક ઈસુમાં ઊંઘી જાય
૧ જ્યારે વિશ્વાસુ ખ્રિસ્તી લોક ઈસુમાં ઊંઘી જાય,
ત્યારે તે અમર છતાં શોક ને રુદન શાને થાય ?
૨ ને જેમ અધર્મીઓ નિરાશ, તેમ તમે થાઓ કેમ ?
મૂઆ પછી મળશે આકાશ, તાં બધું થશે ક્ષેમ.
૩ મરણમાંથી ઉત્થાન પામીને, ઈસુએ કીધો જય,
તેમ શિષ્યો જગમાં મરીને જીવન ગાળશે નિર્ભય.
૪ ઈસુ કાઢીને મોટો સાદ ઉઘાડશે સહુ શ્મજ્ઞ;
ને છેલ્લે શિંગે થશે નાદ, તે પહોંચશે સર્વ સ્થાન.
૫ ને દેવના ભક્તો છૂટીને ચઢશે આનંદે બહુ;
આકાશી સેના ભેટીને તેઓને મળશે સહુ.
૬ હ્યાં થોડાં વર્ષો વીતી જાય, ત્યારે જઈશું તે દેશ;
મિત્રોમાં ત્યાં વિયોગ નહિ થાય, મળશે શુદ્ધ સુખ હમેશ.
Higly Rated Songs | Rating | Votes |
---|