Isu Isu dayarup Isu Khrist dayano bhup lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Isu, Isu, dayaaroop, Isu Khrist dayaano bhoop,
Dayaasaagar dayaavant, daya tema che anant.
Janmathi hu paapi bhrasht, janmathi che paapnu kasht;
Jyaare lidho pahelo shwaas paapi lokmaa tyaarathi vaas.
2 Maara manma paapvichaar, ange vadagya paapavikaar;
Pooro hu aparaadhi jan, aethi dukhi maaru man.
Isu, Isu, dayaaroop, paapine dayaano bhoop,
Maate thaau taaro daas, bhaave rahu taari paas.
3 Bijaano karine tyaag tumamaa shodhu pooro bhaag;
Thaaje maaro dhanya bhoop, urane karaje punyaroop.
Thaa na kadi daasthi door, vasti karaje maare ur.
Karaje paapno parihaar, aapaje mane dhan uddhaar.
ઈસુ ઈસુ દયારૂપ ઈસુ ખ્રિસ્ત દયાનો ભૂપ
૧ ઈસુ, ઈસુ, દયારૂપ, ઈસુ ખ્રિસ્ત દયાનો ભૂપ,
દયાસાગર દયાવંત, દયા તેમાં છે અનંત.
જન્મથી હું પાપી ભ્રષ્ટ, જન્મથી છે પાપનું કષ્ટ;
જ્યારે લીધો પહેલો શ્વાસ પાપી લોકમાં ત્યારથી વાસ.
૨ મારા મનમાં પાપવિચાર, અંગે વળગ્યા પાપવિકાર;
પૂરો હું અપરાધી જન, એથી દુ:ખી મારું મન.
ઈસુ, ઈસુ, દયારૂપ, પાપીને દયાનો ભૂપ,
માટે થાઉં તારો દાસ, ભાવે રહું તારી પાસ.
૩ બીજાનો કરીને ત્યાગ તુંમાં શોધું પૂરો ભાગ;
થાજે મારો ધન્ય ભૂપ, ઉરને કરજે પુણ્યરૂપ.
થા ન કદી દાસથી દૂર, વસ્તી કરજે મારે ઉર.
કરજે પાપનો પરિહાર, આપજે મને ધન ઉદ્વાર.
More information on this song
Lyrics: J.V.S. Taylor
Higly Rated Songs | Rating | Votes |
|---|