Hey Khrist trata tranadata vishwadidhataa dhani lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Hey Khrist traataa, traanadaataa, vishwadidhaataa dhani,
    Hu alp praani stuti taari shu karu mukhthi dhani;
    Tu traanakaari, shokahaari, sukhkaari che pati,
    Pyaara prabhu, premad taari preet nyaari che ati.

2     Che naath tu j anaathano, sahu srushti kero aasharo,
    Tu sarvthi parishuddh che, paripurn pritino jharo;
    Jan koi pan nahi paamashe tav paar pritino rati,
    Pyaara prabhu, premaal taari preet nyaari che ati.

3     Te chek chelle praan taaro am kaaj to arpi didho,
    Swikaar ae sahu dukhno am paapio maate kidho;
    Ae shresht premaabhaar tav bhulish nahi mam dilthi,
    Pyaara prabhu, premaal taari preet nyaari che ati.

4     Shaantyaaspad tav preet che, nahi tutashe, raj khutashe;
    Te preet je jan paamashe, dukh vaamashe, swarge jashe;
    Gulataanamaa din gaalshe, dukh bhaalashe nahi tyaa rati,
    Pyaara prabhu, premaal taari preet nyaari che ati.

This song has been viewed 107 times.
Song added on : 2/1/2021

હે ખ્રિસ્ત ત્રાતા ત્રાણદાતા વિશ્વવિધાતા ધણી

૧  હે ખ્રિસ્ત ત્રાતા, ત્રાણદાતા, વિશ્વવિધાતા ધણી,
    હું અલ્પ પ્રાણી સ્તુતિ તારી શું કરું મુખથી ઘણી;
    તું ત્રાણકારી, શોકહારી, સુખકારી છે પતિ,
    પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ.

૨     છે નાથ તું જ અનાથનો, સહુ સૃષ્ટિ કેરો આશરો,
    તું સર્વથી પરિશુદ્ધ છે, પરિપૂર્ણ પ્રીતિનો ઝરો;
    જન કોઈ પણ નહિ પામશે તવ પાર પ્રીતિનો રતિ,
    પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ.

૩     તેં છેક છેલ્લે પ્રાણ તારો અમ કાજ તો અર્પી દીધો,
    સ્વીકાર એ સહુ દુ:ખનો અમ પાપીઓ માટે કીધો;
    એ શ્રેષ્ઠ પ્રેમાભાર તવ ભૂલીશ નહિ મમ દિલથી,
    પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી, પ્રીત ન્યારી છે અતિ.

૪     શાંત્યાસ્પદ તવ પ્રીત છે, નહિ તૂટશે, રજ ખૂટશે;
    તે પ્રીત જે જન પામશે, દુ:ખ વામશે, સ્વર્ગે જશે;
    ગુલતાનમાં દિન ગાળશે, દુ:ખ ભાળશે નહિ ત્યાં રતિ,
    પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ.



An unhandled error has occurred. Reload 🗙