Krapavant trata Rakheval sara lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Krapaavant traata ! Rakhevaal saara !
Tane baalako priya chhe sau amaaraan;
Lai haathamaan godamaan oonchaki le,
Ane aashishe shaantimaan baal kheele.
2 Rakhevaal taara surakshit vaade,
Tun to baalane saachave ne shikhaade;
Krapaathi khara premamaan dori leje,
Ane saankada maargamaan saath deje.
3 Shuchi shikshane baalane kelavi de,
Ane dil svargeeya teje bhari de;
Sada snehathi oonchake boj taaro,
Ane satya maarge thaje doranaaro.
4 Jage hoth ne dilathi ek dhaari,
Badhaan baal gaaye stuti misht taari;
Ane svargamaan santani saath tun ne
Stave stotrathi baal raaja Prabhune.
કૃપાવંત ત્રાતા રખેવાળ સારા
૧ કૃપાવંત ત્રાતા ! રખેવાળ સારા !
તને બાળકો પ્રિય છે સૌ અમારાં;
લઈ હાથમાં ગોદમાં ઊંચકી લે,
અને આશિષે શાંતિમાં બાળ ખીલે.
૨ રખેવાળ તારા સુરક્ષિત વાડે,
તું તો બાળને સાચવે ને શિખાડે;
કૃપાથી ખરા પ્રેમમાં દોરી લેજે,
અને સાંકડા માર્ગમાં સાથ દેજે.
૩ શુચિ શિક્ષણે બાળને કેળવી દે,
અને દિલ સ્વર્ગીય તેજે ભરી દે;
સદા સ્નેહથી ઊંચકે બોજ તારો,
અને સત્ય માર્ગે થજે દોરનારો.
૪ જગે હોઠ ને દિલથી એક ધારી,
બધાં બાળ ગાયે સ્તુતિ મિષ્ટ તારી;
અને સ્વર્ગમાં સંતની સાથ તું ને
સ્તવે સ્તોત્રથી બાળ રાજા પ્રભુને.
Higly Rated Songs | Rating | Votes |
---|