Puri mukti Puri mukit Ughadelo chhe jharo lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Poori mukti ! Poori mukit ! Ughaadelo chhe jharo,
    Vaheto chhe traataani kookhathi, saune aapanaar chhutakaaro;
        Poori poori mukti ! (3) Saagar vahe chhe raktavarno. (2)

2     Premano pravaah ajeet vahe chhe haalamaan maara dilani maanya,
    Tethi sandhun shuddh rahe chhe: vichaar, ichchha, ne svabhaav.
        Poori poori mukti ! (3) Paap sattaano naash kari. (2)

3     Anant jeevan ! Svargi pangat ! Man chhe aatmaanun mandir,
    Muj saath Ishvar param sangat ! Mahaanandi, maha ganbheer;
        Poori poori mukti ! (3) Aapava vahyun Khrist rudhir. (2)

4     Chinta, sandeh, dukh ne rudan, beek ne sharam thayaan door,
    Vishvaasathi man chhe samaadhaan, Isu kay aapashe jaroor;
        Poori poori mukti ! (3) Sada maphat ne bharapoor. (2)

This song has been viewed 100 times.
Song added on : 2/10/2021

પૂરી મુક્તિ પૂરી મુકિત ઉઘાડેલો છે ઝરો

૧     પૂરી મુક્તિ ! પૂરી મુકિત ! ઉઘાડેલો છે ઝરો,
    વહેતો છે ત્રાતાની કૂખથી, સૌને આપનાર છુટકારો;
        પૂરી પૂરી મુક્તિ ! (૩) સાગર વહે છે રક્તવર્ણો. (૨)

૨     પ્રેમનો પ્રવાહ અજીત વહે છે હાલમાં મારા દિલની માંય,
    તેથી સંધું શુદ્ધ રહે છે: વિચાર, ઈચ્છા, ને સ્વભાવ.
        પૂરી પૂરી મુક્તિ ! (૩) પાપ સત્તાનો નાશ કરી. (૨)

૩     અનંત જીવન ! સ્વર્ગી પંગત ! મન છે આત્માનું મંદિર,
    મુજ સાથ ઈશ્વર પરમ સંગત ! મહાનંદી, મહા ગંભીર;
        પૂરી પૂરી મુક્તિ ! (૩) આપવા વહ્યું ખ્રિસ્ત રુધિર. (૨)

૪     ચિંતા, સંદેહ, દુ:ખ ને રુદન, બીક ને શરમ થયાં દૂર,
    વિશ્વાસથી મન છે સમાધાન, ઈસુ કય આપશે જરૂર;
        પૂરી પૂરી મુક્તિ ! (૩) સદા મફત ને ભરપૂર. (૨)

 

 



An unhandled error has occurred. Reload 🗙