Re kevo sthir payo he prabhuna sant lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Re kevo sthir paayo, he prabhuna sant,
    Satshaastrama naakyo che tam vishwaas maat;
    Tena karata vishesh temane te shu kahe
    Jeo gaya aashrama maat Isu paase? (2)

2     Bi maa, tujh saath hu chu, naahimat na thaish,
    Hu chu tujh ishwar ne hajee madad daish;
    Hu tane saa'ya dai dadh kari nibhaavish,
    Mujh bahdavaan, dayaahd haathe dhari raakhish (2)

3     Tane uunda nirama chalaavish jyaare,
    Dukhana pravaahama tu na dubish tyaare;
    Kem ke tujh saath rahi dukhane sukharoop karish,
    Vidaari sau sankat tujane aashish daish. (2)

4     Tu chaalish agniroopi maarg par jyaare
    Mujh sampurn krupa tujh kaaj che tyaare;
    Jvaahda dukh nahi kare; ae mujh che ichchhit
    Ke tujh dil thaay chokhkhu ne kimati khachit. (2)

5     Viraam kaaj Isu par je vishwaas raakhanaar
    Tene shatruswaadhin hu nahi ja karanaar;
    Shetaan jene dagaavava kare koshish
    Hu kadi nahi, kadi nahi, na, nahi tajeesh. (2)

This song has been viewed 137 times.
Song added on : 2/12/2021

રે કેવો સ્થિર પાયો હે પ્રભુના સંત

૧ રે કેવો સ્થિર પાયો, હે પ્રભુના સંત,
    સતશાસ્ત્રમાં નાખ્યો છે તમ વિશ્વાસ માટ;
    તેના કરતાં વિશેષ તેમને તે શું કહે
    જેઓ ગયાં આશ્રય માટ ઈસુ પાસે? (૨)

૨     બી મા, તુજ સાથ હું છું, નાહિંમત ના થઈશ,
    હું છું તુજ ઈશ્વર ને હજી મદદ દઈશ;
    હું તને સા'ય દઈ દઢ કરી નિભાવીશ,
    મુજ બળવાન, દયાળ હાથે ધરી રાખીશ (૨)

૩     તને ઊંડાં નીરમાં ચલાવીશ જ્યારે,
    દુ:ખના પ્રવાહમાં તું ન ડૂબીશ ત્યારે;
    કેમ કે તુજ સાથ રહી દુ:ખને સુખરૂપ કરીશ,
    વિદારી સૌ સંકટ તુજને આશિષ દઈશ. (૨)

૪     તું ચાલીશ અગ્નિરૂપી માર્ગ પર જ્યારે
    મુજ સંપૂર્ણ કૃપા તુજ કાજ છે ત્યારે;
    જ્વાળા દુ:ખ નહિ કરે; એ મુજ છે ઈચ્છિત
    કે તુજ દિલ થાય ચોખ્ખું ને કીમતી ખચીત. (૨)

૫     વિરામ કાજ ઈસુ પર જે વિશ્વાસ રાખનાર
    તેને શત્રુસ્વાધીન હું નહિ જ કરનાર;
    શેતાન જેને ડગાવવા કરે કોશિશ
    હું કદી નહિ, કદી નહિ, ના, નહિ તજીશ. (૨)



An unhandled error has occurred. Reload 🗙