Sajj thao Isuna pakshama re stambhana yodhao lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Sajj thaao Isuna pakshamaa ! Re stambhana yoddhaao !
    Raajaani dhaja oonchako, saama chhe vereeo.
    Isu potaanu sainy dori pamaadashe jeet;
    Te shatrune haraavi thashe raaja khacheet.

2     Sajj thaao Isuna pakshamaa ! Suno jangano pokaar;
    Moti ladaaeemaa chaalo Khristano kari swikar;
    Asankhy shatru saame sada ho himmatavaan;
    Beekane same tam paase Isu chhe shaktimaan.

3     Sajj thaao Isuna pakshamaan ! Tena j balathi bharapoor;
    Te par bharoso raakho, pote ashakt jaroor.
    Aatmaanaa shastro saji praarthana karo khacheet;
    Jyaa jokham chhe ya pharaj tyaa haajar thajo nit !

4     Sajj thaao Isuna pakshamaa ! Yuddh thashe toonk khacheet;
    Aaj to ladaaeeno saad chhe, kaale vijayanu geet.
    Jeetanaarane jeevan mugat prabhu mookashe maathe;
    Te sada raajya karashe, aakaashamaa Khrist saathe.

This song has been viewed 123 times.
Song added on : 3/1/2021

સજ્જ થાઓ ઈસુના પક્ષમાં રે સ્તંભના યોદ્ધાઓ

૧ સજ્જ થાઓ ઈસુના પક્ષમાં ! રે સ્તંભના યોદ્ધાઓ !
    રાજાની ધજા ઊંચકો, સામા છે વેરીઓ.
    ઈસુ પોતાનું સૈન્ય દોરી પમાડશે જીત;
    તે શત્રુને હરાવી થશે રાજા ખચીત.

૨     સજ્જ થાઓ ઈસુના પક્ષમાં ! સુણો જંગનો પોકાર;
    મોટી લડાઈમાં ચાલો ખ્રિસ્તનો કરી સ્વીકાર;
    અસંખ્ય શત્રુ સામે સદા હો હિમ્મતવાન;
    બીકને સમે તમ પાસે ઈસુ છે શક્તિમાન.

૩     સજ્જ થાઓ ઈસુના પક્ષમાં ! તેના જ બળથી ભરપૂર;
    તે પર ભરોસો રાખો, પોતે અશક્ત જરૂર.
    આત્માનાં શસ્ત્રો સજી પ્રાર્થના કરો ખચીત;
    જ્યાં જોખમ છે યા ફરજ ત્યાં હાજર થજો નિત !

૪     સજ્જ થાઓ ઈસુના પક્ષમાં ! યુદ્ધ થશે ટૂંક ખચીત;
    આજ તો લડાઈનો સાદ છે, કાલે વિજયનું ગીત.
    જીતનારને જીવન મુગટ પ્રભુ મૂકશે માથે;
    તે સદા રાજ્ય કરશે, આકાશમાં ખ્રિસ્ત સાથે.



An unhandled error has occurred. Reload 🗙