Anand ur chhe re mujane maliyo taranahar lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Anand ur chhe re mujane maliyo taaranahaar;
    Maara naathani re karuna thai chhe aparanpaar.

1     Bhavasagarmaa re maaru naav thayo te naath;
    Deetho doobato re prabhauye jhaalyo maaro haath.
    Anand.

2     Paap nivaariyaa re prabhauye muj par aani re'm;
    Jeevan aapiyu re prabhauye muj par raakhi prem
    Anand.

3     Dev dayaaluye re mujane kariyo teno baal;
    Raakhe premathi re e to nit maari sambhaal.
    Anand.

4     Prabhauye aapiyo re mujane aaditano shubh vaar;
    Sevaabhaktina re aapya dhaara raakhi pyaar.
    Anand.

5     Granth deedho mane re te to muj ajavaala maat;
    Thaeene bhomiyo re e to dekhaade chhe vaat.
    Anand

6     Svargi vaatamaa re maaro kevo rudo saath;
    Preeti dorashe re mujane hete maaro naath.
    Anand.

7     Ante aapashe re mujane swargbhuvanmaa vaas;
    Svargi dhaamamaa re Isu maaro chhe ullaas.
    Anand.

This song has been viewed 142 times.
Song added on : 3/1/2021

આનંદ ઉર છે રે મુજને મળિયો તારણહાર

    આનંદ ઉર છે રે મુજને મળિયો તારણહાર;
    મારા નાથની રે કરુણા થઈ છે અપરંપાર.

૧     ભવસાગરમાં રે મારું નાવ થયો તે નાથ;
    દીઠો દૂબતો રે પ્રભુએ ઝાલ્યો માારો હાથ.
    આનંદ.

૨     પાપ નિવારિયાં રે પ્રભુએ મુજ પર આણી રે'મ;
    જીવન આપિયું રે પ્રભુએ મુજ પર રાખી પ્રેમ
    આનંદ.

૩     દેવ દયાળુએ રે મુજને કરિયો તેનો બાળ;
    રાખે પ્રેમથી રે એ તો નિત મારી સંભાળ.
    આનંદ.

૪     પ્રભુએ આપિયો રે મુજને આદિતનો શુભ વાર;
    સેવાભક્તિના રે આપ્યા ધારા રાખી પ્યાર.
    આનંદ.

૫     ગ્રંથ દીધો મને રે તે તો મુજ અજવાળા માટ;
    થઈને ભોમિયો રે એ તો દેખાડે છે વાટ.
    આનંદ

૬     સ્વર્ગી વાટમાં રે મારો કેવો રૂડો સાથ;
    પ્રીતિ દોરશે રે મુજને હેતે મારો નાથ.
    આનંદ.

૭     અંતે આપશે રે મુજને સ્વર્ગભુવનમાં વાસ;
    સ્વર્ગી ધામમાં રે ઈસુ મારો છે ઉલ્લાસ.
    આનંદ.

 

Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙