Din kevo prabhuae batavyo, pyara Isune thambhe jadavyo lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Din kevo prabhuae bataavyo, pyaaraa Isune thambhe jadaavyo,
Ae to khunio saath ganaayo, haay, aene vachche latkaavyo.
2 Dekhi sitam ravi sharamaayo ! Bhutale andhakaar chhavaayo !
Dharti dhruji ane kanp thayo ! Pyaaraa Isune.....
3 Rahem, yahudaa, hrude tu na laavyo? Pyaaraa Isune ghaat ghadaavyo?
Jeev aa karame kem chaalyo ! Pyaaraa Isune.....
4 Tu to varaso prabhu saath chaalyo, tane tenaa bhaane jamaadayo,
Kaalu karataa tane kshobh naa'vyo ? Pyaaraa Isune.....
5 Mulya lai prabhune vechi aavyo, aethi aakhar shu re kamaayo?
Shaane narake, naraadhaam, dhaayo, Pyaaraa Isune.....
6 Kher, thambh kane kem naa'vyo? Taaraa prabhune jyaa jakadaavyo,
Shir kuti na kaa pastaayo? Pyaaraa Isune.....
7 Pelaa chore prabhune pokaaryo, marataa paapno shok bataavyo,
Tene krupaaluae tyaa aj taaryo, Pyaaraa Isune.....
દિન કેવો પ્રભએ બતાવ્યો પ્યારા ઈસુને થંભે જડાવ્યો
૧ દિન કેવો પ્રભએ બતાવ્યો, પ્યારા ઈસુને થંભે જડાવ્યો,
એ તો ખૂનીઓ સાથ ગણાયો, હાય, એને વચ્ચે લટકાવ્યો.
૨ દેખી સિતમ રવિ શરમાયો ! ભૂતળે અંધકાર છવાયો !
ધરતી ધ્રૂજી અને કંપ થયો ! પ્યારા ઈસુને.....
૩ રહેમ, યહૂદા, હ્રદે તું ન લાવ્યો? પ્યારા ઈસુનો ઘાટ ઘડાવ્યો?
જીવ આ કરમે કેમ ચાલ્યો ! પ્યારા ઈસુને.....
૪ તું તો વરસો પ્રભુ સાથ ચાલ્યો, તને તેના ભાણે જમાડયો,
કાળું કરતાં તને ક્ષોભ ના'વ્યો ? પ્યારા ઈસુને.....
૫ મૂલ્ય લઈ પ્રભુને વેચી આવ્યો, એથી આખર શું રે કમાયો?
શાને નરકે, નરાધામ, ધાયો, પ્યારા ઈસુને.....
૬ ખેર, થંભ કને કેમ ના'વ્યો? તારા પ્રભુને જ્યાં જકડાવ્યો,
શિર કૂટી ન કાં પસ્તાયો? પ્યારા ઈસુને.....
૭ પેલા ચોરે પ્રભુને પોકાર્યો, મરતાં પાપનો શોક બતાવ્યો,
તેને કૃપાળુએ ત્યાં જ તાર્યો, પ્યારા ઈસુને.....
More information on this song
Lyrics by: N.J. Jayesh
Higly Rated Songs | Rating | Votes |
---|