He jagtarak dev dhani tujh paay namu chu lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 He jagtaarak, dev dhahni, tujh paay namu choo;
Ne mujh paap kabool kari, tujh naam bhaju choo.
2 Hoon gat kaahd tajee satane bhatkayo bhavaraane;
Hoon gat kaahd tajee satane farato abhimaane,
3 Hoon gat kaahd chakel thai sat naam na lidhu;
Hoon gat kaahd chakel thai bahu paap ja kidhu.
4 To pan te ati rahem kari mujh naash na kidho;
Ne sat nyaay kari mujane badalo nahi didho.
5 Jo mujh kaam karel tano inasaaf kare tu;
To tatkaahd padu narake, nirdosh thare tu.
6 He mujh bhoop, dayaahd pita, bahu dhiraj taari;
Aaj hayaat rahyo tujathi, jagana adhikaari.
હે જગતારક દેવ ધણી તુજ પાય નમું છું
૧ હે જગતારક, દેવ ધણી, તુજ પાય નમું છું;
ને મુજ પાપ કબૂલ કરી, તુજ નામ ભજું છું.
૨ હું ગત કાળ તજી સતને ભટકયો ભવરાને;
હું ગત કાળ તજી સતને ફરતો અભિમાને,
૩ હું ગત કાળ છકેલ થઈ સત નામ ન લીધું;
હું ગત કાળ છકેલ થઈ બહુ પાપ જ કીધું.
૪ તો પણ તેં અતિ રહેમ કરી મુજ નાશ ન કીધો;
ને સત ન્યાય કરી મુજને બદલો નહિ દીધો.
૫ જો મુજ કામ કરેલ તણો ઈનસાફ કરે તું;
તો તત્કાળ પડું નરકે, નિર્દોષ ઠરે તું.
૬ હે મુજ ભૂપ, દયાળ પિતા, બહુ ધીરજ તારી;
આજ હયાત રહ્યો તુજથી, જગના અધિકારી.
More information on this song
Lyrics: Thomabhai Pathabhai
Higly Rated Songs | Rating | Votes |
---|