Jivata khadak khari ad mara upar chaya pad lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Jeevata khadak, khari aad, maara upar chhaaya paad !
    Taari kookhathi vahyu jal tatha lohi tenun phal
    Thaao paapanaa be ilaaj: dosh mataado, taalo raaj !

2     Maara haathanaa ghanaa karm pooraa kartaa nathi dharm;
    Maari hons nirantar hoy, maaro aatma sada roy,
    To pan keval praayashchitt taari shake chhe khacheet.

3     Khaali haathe aavu chhu, imaan tu par laavu chhu,
    Nagn hu, maangu lebaas; abal, karu chhu vishvaas;
    Taare jhare mane laav, temaa mane nahavadaav !

4     Take jeevananu ajavaal, athava aave antakaal,
    Oondu jeev aakaashi ghar, jou tane nyaayaasan par,
    Jeevata khadak, khari aad, maara upar chhaayaa paad.

This song has been viewed 132 times.
Song added on : 2/12/2021

જીવતા ખડક ખરી આડ મારા ઉપર છાયા પાડ

૧ જીવતા ખડક, ખરી આડ, મારા ઉપર છાયા પાડ !
    તારી કૂખથી વહ્યું જળ તથા લોહી તેનું ફળ
    થાઓ પાપના બે ઈલાજ: દોષ મટાડો, ટાળો રાજ !

૨     મારા હાથનાં ઘણાં કર્મ પૂરાં કરતાં નથી ધર્મ;
    મારી હોંસ નિરંતર હોય, મારો આત્મા સદા રોય,
    તો પણ કેવળ પ્રાયશ્વિત્ત તારી શકે છે ખચીત.

૩     ખાલી હાથે આવું છું, ઈમાન તું પર લાવું છું,
    નગ્ન હું, માગું લેબાસ; અબળ, કરું છું વિશ્વાસ;
    તારે ઝરે મને લાવ, તેમાં મને નહવડાવ !

૪     ટકે જીવનનું અજવાળ, અથવા આવે અંતકાળ,
    ઊડું જીવ આકાશી ઘર, જોઉં તને ન્યાયાસન પર,
    જીવતા ખડક, ખરી આડ, મારા ઉપર છાયા પાડ.



An unhandled error has occurred. Reload 🗙