Pita tahne parakrame prasang sarv che tharel lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Pita tahne paraakrame prasang sarv che tharel;
Rahish maat jeevato pita thaki sada dharel.
Kadi vipatti jo pade, thashe kada anarth naash,
Na thaay beek te thaki, na urama thashe niraash..
2 Vinanti nitya aa karu, dhari sadaay narm bhaav,
Thanaar sarv vaatama niraat tu pita, karaav;
Vina vilambh shikhata tharaavana khara ja bhed,
Sadaay siddh hu rahu, dhari pita tahno nishedh.
3 Fari karish praarthna, padi pita tahne supaay;
Vinanti narm bhaavani tajel to kadi na thaay;
Dayaahdu tu pita, mane sushakti roj kaaj aap,
Badhaay kaamkaajma rahe sada samip, baap.
4 Dine dine daya kari, nibhaavata mane chalaav,
Mane sada sudhaarata, subhakt sevana karaav;
Adharmne dabaavta khari kari samast chaal,
Pavitrata karaavata sukhi karaav sarvakaahd.
પિતા તણે પરાક્રમે પ્રસંગ સર્વ છે ઠરેલ
૧ પિતા તણે પરાક્રમે પ્રસંગ સર્વ છે ઠરેલ;
રહીશ માટ જીવતો પિતા થકી સદા ધરેલ.
કદી વિપત્તિ જો પડે, થશે કદા અનર્થ નાશ,
ન થાય બીક તે થકી, ન ઉરમાં થશે નિરાશ.
૨ વિનંતી નિત્ય આ કરું, ધરી સદાય નમ્ર ભાવ,
થનાર સર્વ વાતમાં નિરાંત તું પિતા, કરાવ;
વિના વિલંભ શીખતાં ઠરાવના ખરા જ ભેદ,
સદાય સિદ્ધ હું રહું, ધરી પિતા તણો નિષેધ.
૩ ફરી કરીશ પ્રાર્થના, પડી પિતા તણે સુપાય;
વિનંતી નમ્ર ભાવની તજેલ તો કદી ન થાય;
દયાળુ તું પિતા, મને સુશકિત રોજ કાજ આપ,
બધાંય કામકાજમાં રહે સદા સમીપ, બાપ.
૪ દિને દિને દયા કરી, નિભાવતાં મને ચલાવ,
મને સદા સુધારતાં, સુભક્ત સેવના કરાવ;
અધર્મને દબાવતાં ખરી કરી સમસ્ત ચાલ,
પવિત્રતા કરાવતાં સુખી કરાવ સર્વકાળ.
More information on this song
Lyrics: Joseph van Someran Tylor
Higly Rated Songs | Rating | Votes |
---|