Suno duto gaya che dhanya balak rayne lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.


1  Suno, duto gaay che, "dhanya balak raayne,
    Bhulok shantataa, dayaa- maanav dev sannidh thayaa !"
    He sahu praja, umange gaao svargi sen sange,
    Duto saathe janaavo, "Bethalehem khrist janmyo."

Tek:  Suno, duto gaay che, "Dhanya balak raayne."

2  Swarg je pujaay che, sadaano je raay che,
    Aavyo te tharele kaal, thayo kunvaarino baal !
    Shabd thayo che sadeh, sadvataarano bolo je !
    Maanavmaa maanav thayel, Isu tej imaanuael.
    Suno, duto

3  Shantinaa sardaarne je ! Jaykaar aatmik ravine !
    Sarvane te de che noor, jeevane te che bharpuur.
    Swargi mahimaa taji te mot haraavavaa janme che;
    Maanav punarjanit thaay maate avaataar le che raay.
    Suno, duto.

This song has been viewed 137 times.
Song added on : 10/30/2020

સુણો દૂતો ગાય છે ધન્ય બાળક રાયને


૧ સુણો, દૂતો ગાય છે, "ધન્ય બાળક રાયને,
    ભૂલોક શાંતતા, દયા- માનવ દેવ સન્નિધ થયા !"
    હે સહુ પ્રજા, ઉમંગે ગાઓ સ્વર્ગી સેન સંગે,
    દૂતો સાથે જણાવો, "બેથલેહેમ ખ્રિસ્ત જનમ્યો."

ટેક :     સુણો, દૂતો ગાય છે, "ધન્ય બાળક રાયને."

૨  સ્વર્ગ જે પુજાય છે, સદાનો જે રાય છે,
    આવ્યો તે ઠરેલે કાળ, થયો કુંવારીનો બાળ !
    શબ્દ થયો છે સદેહ, સદવતારનો બોલો જે !
    માનવમાં માનવ થયેલ, ઈસુ તે જ ઈમાનુએલ.
    સુણો, દૂતો

૩ શાંતિના સરદારને જે ! જયકાર આત્મિક રવિને !
    સર્વને તે દે છે નૂર, જીવને તે છે ભરપૂર.
    સ્વર્ગી મહિમા તજી તે મોત હરાવવા જન્મે છે;
    માનવ પુનર્જનિત થાય માટે અવાતાર લે છે રાય.
    સુણો, દૂતો.



An unhandled error has occurred. Reload 🗙