Amone hatu nashma to javanu ane dusht shetan sathe thavanu lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Amone hatu naashmaa to javaanu,
    ane dusht shetaan saathe thavaanu;
    Isu Khrist, paapi tano taaranaaro,
    amaaro thayo te kharo paalanaaro.

2     Amaare lidhe Khrist bhulok aavyo,
    ane taaravaani khari reet laavyo,
    Amaara thayaa dosh sau dur aethi,
    mahaa shanti paamyaa ame to havethi.

3     Amo kaaj deve dayaa poorn kidhi,
    ane swargnaa vaasni aash didhi;
    Dai putra tene amone bachaavyaa,
    ane shuddh thaame rahevaa tharaavyaa.

4     Thayo ae aj reet Isu Khrist traataa,
    thayo maanavino mahaa harshdaataa;
    Amone bharoso sadaa, Khrist, taaro,
    karaaro karelaa sadaa paalanaaro.

This song has been viewed 158 times.
Song added on : 2/1/2021

અમોને હતું નાશમાં તો જવાનું અને દુષ્ટ શેતાન સાથે થવાનું


૧     અમોને હતું નાશમાં તો જવાનું, અને દુષ્ટ શેતાન સાથે થવાનું;
    ઈસુ ખ્રિસ્ત, પાપી તણો તારનારો, અમારો થયો તે ખરો પાળનારો.

૨     અમારે લીધે ખ્રિસ્ત ભૂલોક આવ્યો, અને તારવાની ખરી રીત લાવ્યો,
    અમારા થયા દોષ સૌ દૂર એથી, મહા શાંતિ પામ્યાં અમે તો હવેથી.

૩     અમો કાજ દેવે દયા પૂર્ણ કીધી, અને સ્વર્ગના વાસની આશ દીધી;
    દઈ પુત્ર તેણે અમોને બચાવ્યાં, અને શુદ્ધ ઠામે રહેવા ઠરાવ્યાં.

૪     થયો એ જ રીત ઈસુ ખ્રિસ્ત ત્રાતા, થયો માનવીનો મહા હર્ષદાતા;
    અમોને ભરોસો સદા, ખ્રિસ્ત, તારો, કરારો કરેલા સદા પાળનારો.

Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙