Jo aje je saal gai gat kale ganana teni jan lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Jo aaje je saal gai gat kaale ganana teni jaan,
    Naveen varas bethun chhe aaje, pratham divasano pragatayo bhaan;
    Ati harshe Prabhu paay padeene deen mane yaacho bahu vaar,
    Sukhad, saras, shubh aashish de tun nautam saale, sarajanahaar.

2     Joonun varsh gayun te saathe jaao joonun je am maanya,
    Naveen varasamaan naveenapanaae amathi krati shubh thaay;
    Aatmaanun ajavaalun aapi, timir tamaam kari sanhaar,
    Sukhad, saras, shubh aashish de tun nautam saale, sarajanahaar.

3     Suvaartaana sevakamaan bahu aaturata ne hons vadhaar,
    Vadhaamaneeni vaato vadava bal dai khullaan kar sahu dvaar;
    Traanaprabhaakar poorn prakashe andhaaraamaan thaaro thaar,
    Sukhad, saras, shubh aashish de tun nautam saale, sarajanahaar.

4     A bhootalana bahu bhaagomaan andhaare vasanaara jeh,
    Isu paase sheesh namaavi ajavaalun sahu paame teh;
    Sarv janomaan geet gavaae, thaao Isuno jayakaar,
    Sukhad, saras, shubh aashish de tun nautam saale, sarajanahaar.

This song has been viewed 102 times.
Song added on : 3/4/2021

જો આજે જે સાલ ગઈ ગત કાળે ગણના તેની જાણ

૧  જો આજે જે સાલ ગઈ ગત કાળે ગણના તેની જાણ,
    નવીન વરસ બેઠું છે આજે, પ્રથમ દિવસનો પ્રગટયો ભાણ;
    અતિ હર્ષે પ્રભુ પાય પડીને દીન મને યાચો બહુ વાર,
    સુખદ, સરસ, શુભ આશિષ દે તું નૌતમ સાલે, સરજનહાર.

૨     જૂનું વર્ષ ગયું તે સાથે જાઓ જૂનું જે અમ માંય,
    નવીન વરસમાં નવીનપણાએ અમથી કૃતિ શુભ થાય;
    આત્માનું અજવાળું આપી, તિમિર તમામ કરી સંહાર,
    સુખદ, સરસ, શુભ આશિષ દે તું નૌતમ સાલે, સરજનહાર.

૩     સુવાર્તાના સેવકમાં બહુ આતુરતા ને હોંસ વધાર,
    વધામણીની વાતો વદવા બળ દઈ ખુલ્લાં કર સહુ દ્વાર;
    ત્રાણપ્રભાકર પૂર્ણ પ્રકાશે અંધારામાં ઠારો ઠાર,
    સુખદ, સરસ, શુભ આશિષ દે તું નૌતમ સાલે, સરજનહાર.

૪     આ ભૂતળના બહુ ભાગોમાં અંધારે વસનારા જેહ,
    ઈસુ પાસે શીશ નમાવી અજવાળું સહુ પામે તેહ;
    સર્વ જનોમાં ગીત ગવાએ, થાઓ ઈસુનો જયકાર,
    સુખદ, સરસ, શુભ આશિષ દે તું નૌતમ સાલે, સરજનહાર.

An unhandled error has occurred. Reload 🗙