Juo kalataru par aje ughadi naveen kali ek lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Juo, kaalataru par aaje ooghadi naveen kali ek,
    Saurabh teni khoob maghamaghe maanav to harakhaay harek;
    Kanchan kiranadhaari bhaanu oogyo karataan jhagajhagaat,
    Paame nootan chetan tethi, sakal pashu, jan, pankhi, jhaad.

2     Sheet sameer balishth ghanero, vaaye jor kari sahu thaar,
    Ooghadeli e pushp kali par, naachi raache aparanpaar !
    Beeji ena jevi kaleeo tranasen upar chosath jaan,
    Ooghadashe e nitya akeki, emaan kain sandeh na aan.

3     Pratham kali te pratham divas jaanyuaareeno kahevaay,
    Nootan varas kaheeye tene te din anand, utsav thaay;
    Taaran saadhak prem janaava, Ishvar mahima gaava kaaj,
    Khrist tani vadava shubh vaato, varas navun bethun chhe aaj.

4     Prabhauye paalan poshan keedhun, varas gayun temaan nit nit,
    Aadhi vyaadhi sarv nivaari sukhi raakhyaan, keedhi preet;
    Taarak, paalak thaeene tene sahune deedhun jeevanadaan,
    E upakaar gani sahu tene aapo gaurav, stuti, maan.

This song has been viewed 117 times.
Song added on : 3/4/2021

જુઓ, કાળતરુ પર આજે ઊઘડી નવીન કળી એક

૧  જુઓ, કાળતરુ પર આજે ઊઘડી નવીન કળી એક,
    સૌરભ તેની ખૂબ મઘમઘે માનવ તો હરખાય હરેક;
    કંચન કિરણધારી ભાનુ ઊગ્યો કરતાં ઝગઝગાટ,
    પામે નૂતન ચેતન તેથી, સકળ પશુ, જન, પંખી, ઝાડ.

૨     શીત સમીર બળિષ્ઠ ઘણેરો, વાયે જોર કરી સહુ ઠાર,
    ઊઘડેલી એ પુષ્પ કળી પર, નાચી રાચે અપરંપાર !
    બીજી એના જેવી કળીઓ ત્રણસેં ઉપર ચોસઠ જાણ,
    ઊઘડશે એ નિત્ય અકેકી, એમાં કૈં સંદેહ ન આણ.

૩     પ્રથમ કળી તે પ્રથમ દિવસ જાન્યુઆરીનો કહેવાય,
    નૂતન વરસ કહીએ તેને તે દિન આનંદ, ઉત્સવ થાય;
    તારણ સાધક પ્રેમ જણાવા, ઈશ્વર મહિમા ગાવા કાજ,
    ખ્રિસ્ત તણી વદવા શુભ વાતો, વરસ નવું બેઠું છે આજ.

૪     પ્રભુએ પાલન પોષણ કીધું, વરસ ગયું તેમાં નિત નિત,
    આધિ વ્યાધિ સર્વ નિવારી સુખી રાખ્યાં, કીધી પ્રીત;
    તારક, પાળક થઈને તેણે સહુને દીધું જીવનદાન,
    એ ઉપકાર ગણી સહુ તેને આપો ગૌરવ, સ્તુતિ, માન.

Songs trending Today
Views
Avi anandi natal janmyo khrist prabhu bhoopaal
આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ
4
Khovaayi jaun taara prem na undaan ma har pal prabhu
ખોવાઈ જઉં તારા પ્રેમના ઊંડાણમાં હર પળ પ્રભુ
4
He shubh kristi jano Aaj harsh karo ghano
હે શુભ ખ્રિસ્તી જનો આજ હર્ષ કરો ઘણો
4
Isu che maro mitra te maro che pretam
ઈસુ છે મારો મિત્ર તે મારો છે પ્રીતમ
4
Hey Khrist trata tranadata vishwadidhataa dhani
હે ખ્રિસ્ત ત્રાતા ત્રાણદાતા વિશ્વવિધાતા ધણી
4
Pavitra, pavitra, pavitra, yahova, namo srushti saari kare tuj seva
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા નમે સૃષ્ટિ સારી કરે તુજ સેવા,
3
Aabhar Stuti Vedi Bandhishun
આભાર સ્તુતિ વેદી બાંધીશું
3
Hey Prabhu Tamari Sathe Raheva Hun Chahun Chhun
હે પ્રભુ તમારી સાથે રહેવા હું ચાહું છું
3
Prabhu Devna Gaao Gaan, Traataanu Sunavo Maan;
પ્રભુ દેવનાં ગાઓ ગાન ત્રાતાનું સુણાવો માન;
3
Juo kalataru par aje ughadi naveen kali ek
જુઓ, કાળતરુ પર આજે ઊઘડી નવીન કળી એક
3





An unhandled error has occurred. Reload 🗙