Maaro priya Isu naath janmyo patitono maat lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Maaro priya Isu naath, janmyo patitono maat,
    Patitono maat Isu, patitone maat.

1  Swargi sukh ne mahima mooki thayo te bahu leen;
    Manav paap nivaran arthe janmyo natal din. Maaro.

2  Podhelo che gabhan maanhe dev tano ae soot;
    Swargi dooto gito gaae, masih che adbhut. Maaro.

3  Maagi lok umange aavyaa darshan karvaa maat;
    Baalraayne arpan arpi praname bhalibhaat. Maaro.

4  Paap tano anutaap karine vishwaas raakho, bhraat;
    Traataa Isu khrist karekhar taare maanav jaat. Maaro.

5  Hrudayrupi arpan aaje maage Isu naath;
    Manani maanhe gaade sthaapi rahevaa sadaa saath. Maaro.


6  Naataal keraa shubh prasange khristi mitro isht
    Harshit saade saghalaa bolo, "Jay, jay, Isu khrist." Maaro.

This song has been viewed 91 times.
Song added on : 11/26/2020

મારો પ્રિય ઈસુ નાથ જન્મ્યો પતિતોને માટ

    મારો પ્રિય ઈસુ નાથ, જન્મ્યો પતિતોને માટ,
    પતિતોને માટ ઈસુ, પતિતોને માટ.


૧ સ્વર્ગી સુખ ને મહિમા મૂકી થયો તે બહુ લીન;
    માનવ પાપનિવારણ અર્થે જન્મ્યો નાતાલ દિન. મારો.


૨ પોઢેલો છે ગભાણ માંહે દેવ તણો એ સુત;
    સ્વર્ગી દૂતો ગીતો ગાએ, મસીહ છે અદ્ભુત. મારો.


૩ માગી લોક ઉમંગે આવ્યા દર્શન કરવા માટ;
    બાળરાયને અર્પણ અર્પી પ્રણમે ભલીભાત. મારો.


૪ પાપ તણો અનુતાપ કરીને વિશ્વાસ રાખો, ભ્રાત;
    ત્રાતા ઈસુ ખ્રિસ્ત ખરેખર તારે માનવ જાત. મારો.


૫ હ્રદયરૂપી અર્પણ આજે માગે ઈસુ નાથ;
    મનની માંહે ગાદી સ્થાપી રહેવા સદા સાથ. મારો.


૬ નાતાલ કેરા શુભ પ્રસંગે ખ્રિસ્તી મિત્રો ઈષ્ટ
    હર્ષિત સાદે સઘળા બોલો, "જય, જય, ઈસુ ખ્રિસ્ત." મારો.



An unhandled error has occurred. Reload 🗙