Kevi shant Nirmal raat lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Kevi shaant ! Nirmal raat !
Nidraadhin maanav jaat !
Mariyam che kunvaari maat,
Podhyun che shishu navjaat,
Divy shaantimaa. (2)
2 Kevi shaant ! nirmal raat !
Jaay timir; ajab vaat !
Bhaarvaad sune doot-gaayan :
"Hallelujah ho, raajan !"
Janmyo traataa khrist. (2)
3 Kevi shaant ! Nirmal raat !
Dornaar taaraa, prakaash;
Gyaani loko rajaane
Bhet dharine bhaje che;
Isu janmyo che. (2)
4 Kevi shaant ! Nirmal raat !
Devsutnu mukh shu shaant !
Mukh kevun pavitra re !
Suchak traan ne premnu te !
Re khrist janmyo che ! (2)
5 Kevi shaant ! Nirmal raat !
Ajab taaraa, prakash !
Duto sangha maline gaao
"Khristne hallelujah thaao."
Janmyo traataa khrist ! (2)
કેવી શાંત નિર્મળ રાત
૧ કેવી શાંત ! નિર્મળ રાત !
નિદ્રાધીન માનવ જાત !
મરિયમ છે કુંવારી માત,
પોઢ્યું છે શિશુ નવજાત,
દિવ્ય શાંતિમાં. (૨)
૨ કેવી શાંત ! નિર્મળ રાત !
જાય તિમિર; અજબ વાત !
ભરવાડ સુણે દૂત-ગાયન :
"હાલેલૂયા હો, રાજન !"
જન્મ્યો ત્રાતા ખ્રિસ્ત. (૨)
૩ કેવી શાંતિ ! નિર્મળ રાત !
દોરનાર તારા, પ્રકાશ;
જ્ઞાની લોકો રાજને
ભેટ ધરીને ભજે છે;
ઈસુ જન્મ્યો છે. (૨)
૪ કેવી શાંત ! નિર્મળ રાત !
દેવસુતનું મુખ શું શાંત !
મુખ કેવું પવિત્ર રે !
સૂચક ત્રાણ ને પ્રેમનું તે !
રે ખ્રિસ્ત જન્મ્યો છે ! (૨)
૫ કેવી શાંત ! નિર્મળ રાત !
અજબ તારા, પ્રકશ !
દૂતો સંઘ મળીને ગાઓ
"ખ્રિસ્તને હાલેલૂયા થાઓ."
જન્મ્યો ત્રાતા ખ્રિસ્ત ! (૨)
More information on this song
Original English Hymn: Silent Night! Holy Night!
Lyrics by: Josaf mor,
Translated by: D.P. Makwana
Higly Rated Songs | Rating | Votes |
---|