Shastra pavitra kharo bhandar gyan sanatan tya mahdnar lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Shaastra pavitra kharo bhandaar, gyaan sanaatan tyaan mahdnaar;
Chhe. muj mool tahnu tya gyaan; chhe muj jaat tahnu tya bhaan.
2 Chhe muj chook vishe tya bodh; chhe muj bhool vishe tya shodh;
Chhe muj Ishvarani tya rahem; chhe muj traataano tya prem.
3 Chhe muj nyaay tano chukaav; chhe muj traahn visheno bhaav;
Chhe muj dosh visheno dand; chhe paapeenu traahn akhand.
4 Chhe muj beek tahni tya shaant; chhe muj taarahnanu vruttaant;
Chhe muj paap tajyaanu chitt; chhe muj veri parni jeet.
5 Chhe muj saukhya vishe vishvaas; chhe muj taaj tahni tya aash;
E bhandaar pavitra amool, nit nit aape gyaan atul.
6 Te muj karma chhe aapel, Ishvar prem thaki deedhel;
Te ja janaave jeev anant, te ja sada shiromahni granth.
શાસ્ત્ર પવિત્ર ખરો ભંડાર જ્ઞાન સનાતન ત્યાં મળનાર
૧ શાસ્ત્ર પવિત્ર ખરો ભંડાર, જ્ઞાન સનાતન ત્યાં મળનાર;
છે. મુજ મૂળ તણું ત્યાં જ્ઞાન; છે મુજ જાત તણું ત્યાં ભાન.
૨ છે મુજ ચૂક વિષે ત્યાં બોધ; છે મુજ ભૂલ વિષે ત્યાં શોધ;
છે મુજ ઈશ્વરની ત્યાં રહેમ; છે મુજ ત્રાતાનો ત્યાં પ્રેમ.
૩ છે મુજ ન્યાય તણો ચૂકાવ; છે મુજ ત્રાણ વિષેનો ભાવ;
છે મુજ દોષ વિષેનો દંડ; છે પાપીનું ત્રાણ અખંડ.
૪ છે મુજ બીક તણી ત્યાં શાંત; છે મુજ તારણનું વૃત્તાંત;
છે મુજ પાપ તજ્યાનું ચિત્ત; છે મુજ વેરી પરની જીત.
૫ છે મુજ સૌખ્ય વિષે વિશ્વાસ; છે મુજ તાજ તણી ત્યાં આશ;
એ ભંડાર પવિત્ર અમૂલ, નિત નિત આપે જ્ઞાન અતુલ.
૬ તે મુજ કરમાં છે આપેલ, ઈશ્વર પ્રેમ થકી દીધેલ;
તે જ જણાવે જીવ અનંત, તે જ સદા શિરોમણિ ગ્રન્થ.
More information on this song
Lyrics: J.V.S. Taylor
Higly Rated Songs | Rating | Votes |
---|