Jivto jo rahu Khrist kaje rahu lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Jeevato jo rahu, Khrist kaaje rahu;
jo maru to ghahno laabh maanu.
1 Jeevavu Khristna kaamne kaarahne,
Khristnu kaam che harkhkaari;
Khristne maanato hu rahu sarvada,
ae ja che nityano nim dhaari. Jeevato.
2 Jo maru to mane laabhakaari thashe,
kema ke hu jai Khrist paase,
Nityana jeevano taaj lei gharu,
santana sangama swargvaase. Jeevato.
3 Seva kidha pachi ghorama hu padu
toy aanand che aem maanu;
Kem ke Khristma aash maari ghahni,
jeevato raakhashe aem jaahnu. Jeevato.
4 Motano hu nathi Khristno choo sada,
Khrist Isu mane nitya rakshe;
Ghorthi uuthiyo hu tahno dev je
te ja uthaadata jeev bakshe. Jeevato.
5 Khrist Isu kahe, "Jeevato hu sada maat
jeevata tame nitya rahesho;
Hu rahu tyaa tame vaas sau paamasho ne
sada swargma bhaag lesho. " Jeevato.
જીવતો જો રહું ખ્રિસ્ત કાજે રહું
જીવતો જો રહું, ખ્રિસ્ત કાજે રહું; જો મરું તો ઘણો લાભ માનું.
૧ જીવવું ખ્રિસ્તના કામને કારણે, ખ્રિસ્તનું કામ છે હર્ખકારી;
ખ્રિસ્તને માનતો હું રહું સર્વદા, એ જ છે નિત્યનો નીમ ધારી. જીવતો.
૨ જો મરું તો મને લાભકારી થશે, કેમ કે હું જઈ ખ્રિસ્ત પાસે,
નિત્યના જીવનો તાજ લેઈ ઘરું, સંતના સંગમાં સ્વર્ગવાસે. જીવતો.
૩ સેવ કીધા પછી ઘોરમાં હું પડું તોય આનંદ છે એમ માનું;
કેમ કે ખ્રિસ્તમાં આશ મારી ઘણી, જીવતો રાખશે એમ જાણું. જીવતો.
૪ મોતનો હું નથી ખ્રિસ્તનો છું સદા, ખ્રિસ્ત ઈસુ મને નિત્ય રક્ષે;
ઘોરથી ઊઠિયો હું તણો દેવ જે તે જ ઉઠાડતાં જીવ બક્ષે. જીવતો.
૫ ખ્રિસ્ત ઈસુ કહે, "જીવતો હું સદા માટ જીવતાં તમે નિત્ય રહેશો;
હું રહું ત્યાં તમે વાસ સૌ પામશો ને સદા સ્વર્ગમાં ભાગ લેશો. " જીવતો.
More information on this song
Lyrics: Thomabhai Pathabhai
Higly Rated Songs | Rating | Votes |
---|