Anand jagma Tarak janmyo Satkar avani, tuj ray lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Anand jagmaa ! Taarak janmyo ! Satkaar avani, tuj raay;
Tene kaaj dil sau siddh karo manav ne duto gaay.
2 Anand jagma ! Raaj kare khrist ! Manav gaay tena geet;
Jal, khet, khadak ne paa'da sau shrust kare gan thai harshit.
3 Teni neki che pratapi, che ajab teni preet;
Te raaj sat ne re'mathi; loko jaane khachit.
4 Paap ane dukh na ho have, bhu pan kanta na do;
Te nij ashish relava ave, jyaa lag shrap vaheto'to.
આનંદ જગમાં તારક જન્મ્યો સત્કાર અવનિ તુજ રાય
૧ આનંદ જગમાં ! તારક જન્મ્યો ! સત્કાર અવનિ, તુજ રાય;
તેને કાજ દિલ સૌ સિદ્ધ કરો માનવ ને દૂતો ગાય.
૨ આનંદ જગમાં ! રાજ કરે ખ્રિસ્ત ! માનવ ગાય તેનાં ગીત;
જળ, ખેત, ખડક ને પા'ડ સૌ સૃષ્ટ કરે ગાન થઈ હર્ષિત.
૩ તેની નેકી છે પ્રતાપી, છે અજબ તેની પ્રીત;
તે રાજ કરે સત ને રે'મથી; લોકો જાણે ખચીત.
૪ પાપ અને દુ:ખ ન હો હવે, ભૂ પણ કાટાં ન દો;
તે નિજ આશિષ રેલવા આવે, જ્યાં લગ શ્રાપ વહેતો'તો.
More information on this song
Original English Hymn: Joy to the World
Lyrics by: Issac Watts
Translated by: V.K. Master
Higly Rated Songs | Rating | Votes |
---|