Madhur madhur nam (2) prabhu param madhur nam taru lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Madhur madhur nam (2) prabhu param madhur nam taru
1 Dukh tanaa pahaad pade, aem rade kai na vade,
Letaa Isu naam tale, turta trividh taap. Madhur.
2 Naam Isu nu jo rate, dukh, dard, rog mate,
Bik badhaa boj hathe, lene to dinaraat. Madhur.
3 Urmaa aanand thaaye, naam prabhunu rataaye,
Sukh ane shaanti thaaye, raakh hruday maate. Madhur.
4 Laakh laakh doot nite, naam rate ek chitte,
Mukh jape raakh maate, bhai tu dinraat. Madhur.
મધુર મધુર નામ (૨) પ્રભુ પરમ મધુર નામ તારું
મધુર મધુર નામ (૨) પ્રભુ, પરમ મધુર નામ, તારું.
૧ દુ:ખ તણા પહાડ પડે, એમ રડે કંઈ ન વળે,
લેતાં ઈસુ નામ ટળે, તુર્ત ત્રિવિધ તાપ. મધુર.
૨ નામ ઈસુનું જો રટે, દુ:ખ, દર્દ, રોગ મટે,
બીક બધા બોજ હઠે, લેને તો દિનરાત. મધુર.
૩ ઉરમાં આનંદ થાયે, નામ પ્રભુનું રટાયે,
સુખ અને શાંતિ થાયે, રાખ હ્રદય માટે. મધુર.
૪ લાખ લાખ દૂત નિતે, નામ રટે એક ચિત્તે,
મુખ જપે રાખ માટે, ભાઈ તું દિનરાત. મધુર.
More information on this song
Lyrics: N.J. Jayesh
Higly Rated Songs | Rating | Votes |
---|