Khushi khushi che aaj Isu khriste paapi saaru lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

Tek :     Khushi khushi che aaj, Isu khriste paapi saaru
    Khushi khushi che aaj ! Janm lidho te kaaj.

1     Aakaashi sandesho aavyo,
    bharvadoni paas,
    Ghenta keri rakshaa kartaa,
    kartaa khetar vaas. Khushi.

2     Prakaash teo paase padiyo,
    thayaa bahu aj bhaybhit,
    Kaaran Ishwar mahimaa ditho,
    je bahu prakaashit. Khushi.

3     Doote dilaaso tyaa didho,
    bisho nahi, o bhai,
    Bahu aanandi vaartaa suno,
    teni che je vadhai. Khushi.

4     Sarv janane saaru te to
    aavi aa jagmaay;
    Utaavalathi dodi jao,
    jao shaher maay. Khushi.

5     Daud kera shaher madhye
    juo taaranhaar;
    Lugade te vintaalelo che
    gabhanamaa aa vaar. Khushi.

6     Dootoni senaa tyaa pragati,
    laavi muktivaat,
    Gaganane uun sware boom paadi
    kidho moto naad: Khushi.

7     "Param unchaamaa prabhune mahimaa,
    pruthvi upar shaant,
    Maanas madhye prasannataa thao,
    bhage manani bhraant." Khushi.

8     Ghetapalak dodi aavyaa,
    aavyaa shaher maay;
    Mariyam, usaf, balak didhaa,
    hato tabelo jyaay. Khushi.

9     Ghuntan teki sevaa kidhi,
    malyo taaranhaar,
    Naataale teh janm paamyo,
    sambhaaro aa vaar. Khushi.

This song has been viewed 109 times.
Song added on : 10/30/2020

ખુશી ખુશી છે આજ ઈસુ ખ્રિસ્તે પાપી સારુ


ટેક : ખુશી ખુશી છે આજ, ઈસુ ખ્રિસ્તે પાપી સારુ
       ખુશી ખુશી છે આજ ! જન્મ લીધો તે કાજ.

૧  આકાશી સંદેશો આવ્યો, ભરવાડોની પાસ,
    ઘેટાં કેરી રક્ષા કરતાં, કરતા ખેતર વાસ. ખુશી.

૨ પ્રકાશ તેઓ પાસે પડિયો, થયા બહુ જ ભયભીત,
   કારણ ઈશ્વર મહિમા દીઠો, જે બહુ પ્રકાશિત. ખુશી.

૩ દૂતે દિલાસો ત્યાં દીધો, બીશો નહિ, ઓ ભાઈ,
    બહુ આનંદી વાર્તા સુણો, તેની છે જ વધાઈ. ખુશી.

૪ સર્વ જનને સારુ તે તો આવી આ જગમાંય;
    ઉતાવળથી દોડી જાઓ, જાઓ શહેર માંય. ખુશી.

૫ દાઉદ કેરા શહેર મધ્યે જુઓ તારણહાર;
    લૂગડે તે વીંટાળેલો છે ગભાણમાં આ વાર. ખુશી.

૬  દૂતોની સેના ત્યાં પ્રગટી, લાવી મુક્તિવાત,
    ગગને ઊંચ સ્વરે બૂમ પાડી કીધો મોટો નાદ: ખુશી.

૭  "પરમ ઊંચામાં પ્રભુને મહિમા, પૃથ્વી ઉપર શાંત,
     માણસ મધ્યે પ્રસન્નતા થાઓ, ભાગે મનની ભ્રાંત." ખુશી.

૮   ઘેટાંપાળક દોડી આવ્યા, આવ્યા શહેર માંય;
     મરિયમ, યૂસફ, બાળક દીઠાં, હતો તબેલો જ્યાંય. ખુશી.

૯  ઘૂંટણ ટેકી સેવા કીધી, મળ્યો તારણહાર,
     નાતાલે તેહ જન્મ પામ્યો, સંભારો આ વાર. ખુશી.



An unhandled error has occurred. Reload 🗙