Jo ke ful tani shobha bahu aaj janashe lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1     Jo ke ful tani shobha bahu aaj janaashe,
    Topan jotaamaa kaale karamaai sau jaashe,
    Thodi vaar pachi juo, teno kshay thaashe. Pan prem.

Tek :     Prem fare nahi isuno, nahi te karamaashe.

2     Joban kaal deepe, taajaa bal saathe,
    Sarv prasange harsh kare, nahi le dukh maathe,
    Thoda varsh pachi badale, gothaa bahu khaate. Pan prem.

3     Raatri vishe to chandra tani shobhaa bahu bhaase,
    Poonam sudhi to vadhataa shubh jyoti prakaashe,
    Topan tyaathi nitya ghati teno kshay thaashe. Pan prem.

4     Deepe surya ghano ugataa, chalake shubh kaanti;
    Madhya lagi jashe chadhato, namashe gati tyaathi
    Teno vaibhav lop thashe, to ast thataathi. Pan prem.

5     Motaa sindhu tani bharati, te kem bhare che !
    Chaali te dhamakaar thaki bahu jor kare che;
    Toay pachi tyaa oat thate jal paachu fare che. Pan prem.

6     Saanje to ati mand havaa mithi bahu vaaye,
    Jeev, janaavar, maanavane tethi sukh thaaye;
    Toay vikaar thaye temaa tofaan janaaye. Pan prem.

7     Mitroni ati priti khari, hoshe bahu vahaalaa;
    Toay kadach adrushy thashe, dise man thaalaa;
    Sneh taji raakhi shikhe modhaa vikaraalaa. Pan prem.

8     Shrushti vikaare, phool khare, ne joban jaashe;
    Chandra ghate, shubh surya name, ne sindhu pharashe;
    Mitha vaani aandhi thashe, mitraa badalaashe. Pan prem.

This song has been viewed 91 times.
Song added on : 11/26/2020

જો કે કૂલ તણી બહુ આજ જણાશે

૧     જો કે કૂલ તણી બહુ આજ જણાશે,
    તોપણ જોતામાં કાલે કરમાઈ સૌ જાશે,
    થોડી વાર પછી જુઓ, તેનો ક્ષય થાશે. પણ પ્રેમ.

ટેક :     પ્રેમ ફરે નહિ ઈસુનો, નહિ તે કરમાશે.

૨     જોબન કાળ દીપે, તાજા બળ સાથે,
    સર્વ પ્રસંગે હર્ખ કરે, નહિ લે દુ:ખ માથે,
    થોડાં વર્ષ પછી બદલે, ગોથાં બહુ ખાતે. પણ પ્રેમ.

૩     રાત્રિ વિષે તો ચંદ્ર તણી શોભા બહુ ભાસે,
    પૂનમ સુધી તો વધતાં શુભ જ્યોતિ પ્રકાશે,
    તોપણ ત્યાંથી નિત્ય ઘટી તનો ક્ષય થાશે. પણ પ્રેમ.

૪     દીપે સૂર્ય ઘણો ઊગતાં, ચળકે શુભ કાંતિ;
    મધ્ય લગી જાશે ચઢતો, નમશે ગતિ ત્યાંથી
    તેનો વૈભવ લોપ થશે, તો અસ્ત થતાંથી. પણ પ્રેમ.

૫     મોટા સિંધુ તણી ભરતી, તે કેમ ભરે છે !
    ચાલી તે ધમકાર થકી બહુ જોર કરે છે;
    તોય પછી ત્યાં ઓટ થતે જળ પાછું ફરે છે. પણ પ્રેમ.

૬     સાંજે તો અતિ મંદ હવા મીઠી બહુ વાયે,
    જીવ, જનાવર, માનવને તેથી સુખ થાયે;
    તોય વિકાર થયે તેમાં તોફાન જણાયે. પણ પ્રેમ.

૭     મિત્રોની અતિ પ્રીતિ ખરી, હોશે બહુ વહાલા;
    તોય કદાય અદશ્ય થશે, દીસે મન ઠાલાં;
    સ્નેહ તજી રાખી શીખે મોઢાં વિકરાળાં. પણ પ્રેમ.

૮     સૃષ્ટિ વિકારે, ફૂલ ખરે, ને જોબન જાશે;
    ચન્દ્ર ઘટે, શુભ સૂર્ય નમે, ને સિંધુ ફરાશે;
    મીઠા વાની આંધી થશે, મિત્રો બદલાશે. પણ પ્રેમ.



An unhandled error has occurred. Reload 🗙