Gher vahdo re gher vahdo sahu je bhatakela lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Gher vahdo, re, gher vahdo, sahu je bhatakela;
Gher vahdo, tam je jagama, khaadha dukh, thela.
1 Ka ghar mooki to hamana tam door pharo chho?
Dosh tanu jyam dukh vadhe tyam kaaj karo chho ? Gher.
2 Isu to tedya ja kare bahu prem kareene;
Mot sahyu nij prem thaki vadhstambh dhareene. Gher.
3 Aatmaano avaaj khare saamarthya bharelo;
Prem thaki te bodh kare, hamana phar vahelo. Gher.
4 Mandahdi te pan 'aav' kahi bahu aash jahnaave;
Chaahana bahu dekhaadi tane tuj bhaav manaave. Gher.
5 Gyaan kahe, tam sarv jahno, tajjo man ghelu;
Vaar vilambh kare marasho, lo satya kahelu. Gher.
6 Mot thaye nahi maaf pachhi, n pachhi pharavaanu;
Aa jagna din alp ghahna, ema tarvaanu. Gher.
ઘેર વળો રે ઘેર વળો સહુ જે ભટકેલા
ઘેર વળો, રે, ઘેર વળો, સહુ જે ભટકેલા;
ઘેર વળો, તમ જે જગમાં, ખાધાં દુ:ખ, ઠેલા.
૧ કાં ઘર મૂકી તો હમણાં તમ દૂર ફરો છો?
દોષ તણું જ્યમ દુ:ખ વધે ત્યમ કાજ કરો છો ? ઘેર.
૨ ઈસુ તો તેડયાં જ કરે બહુ પ્રેમ કરીને;
મોત સહ્યું નિજ પ્રેમ થકી વધસ્તંભ ધરીને. ઘેર.
૩ આત્માનો અવાજ ખરે સામથ્ર્ય ભરેલો;
પ્રેમ થકી તે બોધ કરે, હમણાં ફર વહેલો. ઘેર.
૪ મંડળી તે પણ 'આવ' કહી બહુ આશ જણાવે;
ચાહના બહુ દેખાડી તને તુજ ભાવ મનાવે. ઘેર.
૫ જ્ઞાન કહે, તમ સર્વ જણો, તજ્જો મન ઘેલું;
વાર વિલંભ કરે મરશો, લો સત્ય કહેલું. ઘેર.
૬ મોત થયે નહિ માફ પછી, ન પછી ફરવાનું;
આ જગના દિન અલ્પ ઘણા, એમાં તરવાનું. ઘેર.
More information on this song
Lyrics: J.V.S. Taylor
Higly Rated Songs | Rating | Votes |
---|