Trata juo jeevato thayo Aje pavitra prabhatama lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Traataa, juo, jeevato thayo! Aaje pavitra prabhaatamaa,
    Te dankh kaapi mrutyuno paamyo vijay sahu vaatamaa;
    Jag unghatu pan khrist uthyo, bhoramaa taji ghorane;
    Hallelujah ! Hallelujah ! Hallelujah ! Jay jay tane.

2     Vaadi mahi, choki tale, mudrit kabare daatiyo,
    jaane kadi uthashe nahi, vishaal paththar dhaankiyo;
    Pan surya shu khaalyo khale, uthyo Isu ! Darshan madhu !
    Hallelujah ! Hallelujah ! Hallelujah ! Jay jay badhu.

3     Lekho pramaane paap saaru thambh par pote maryo,
    Lekho pramaane uthataa te vishwano traataa tharyo;
    "Kohavaan tu joshe nahi," ae agam satya j sarvadaa:
    Hallelujah ! Hallelujah ! Hallelujah ! Jay jay sadaa.

4     Utthaan prabhunu saambhali ghelaa badhaa bhayathi chalyaa,
    Pan premabhinaa nenathi vaa'laa badhaa prabhune malyaa;
    Aapan badhaa shubh hrudaythi sumilaap prabhuno paamishu:
    Hallelujah ! Hallelujah ! Hallelujah ! Jay jay Isu.

This song has been viewed 82 times.
Song added on : 12/14/2020

ત્રાતા જુઓ જીવતો થયો આજે પવિત્ર પ્રભાતમાં

૧  ત્રાતા, જુઓ, જીવતો થયો! આજે પવિત્ર પ્રભાતમાં,
    તે ડંખ કાપી મૃત્યુનો પામ્યો વિજય સહુ વાતમાં;
    જગ ઊંઘતું પણ ખ્રિસ્ત ઊઠયો, ભોરમાં તજી ઘોરને;
    હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! જય જય તને.

૨     વાડી મહીં, ચોકી તળે, મુદ્રિત કબરે દાટિયો,
    જાણે કદી ઊઠશે નહિ, વિશાળ પથ્થર ઢાંકિયો;
    પણ સૂર્ય શું ખાળ્યો ખળે, ઊઠયો ઈસુ ! દર્શન મધુ !
    હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! જય જય બધું.

૩     લેખો પ્રમાણે પાપ સારુ થંભ પર પોતે મર્યો,
    લેખો પ્રમાણે ઊઠતાં તે વિશ્વનો ત્રાતા ઠર્યો;
    "કોહવાણ તું જોશે નહિ," એ અગમ સત્ય જ સર્વદા:
    હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! જય જય સદા.

૪     ઉત્થાન પ્રભુનું સાંભળી ઘેલાં બધાં ભયથી ચળ્યાં,
    પણ પ્રેમભીનાં નેણથી વા'લાં બધાં પ્રભુને મળ્યાં;
    આપણ બધા શુભ હ્રદયથી સુમિલાપ પ્રભુનો પામીશું:
    હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! જય જય ઈસુ.



An unhandled error has occurred. Reload 🗙