Jayvanti Natal smaru hu jayvanti natal lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Tek: Jayvanti Naataal, smaru hu jayvanti naataal;
Khrist jayanti kaal, smaru hu jayvanti naataal.
1 Dhan dhan desh yahudaa tujne, dhan bethalehem gaam;
Dhan dhan seemaa gaam tani, tyaa thai rathiyaali jaam.Smaru.
2 Shwetaambar paridhaan karine, swargi duto tyaay;
Khrist jayanti keru rudu mangal gaayan gaay.Smaru.
3 "Param unchaamaa prabhune mahimaa, shaant pruthavimaay":
Madhur swarono ranako aaje jagmaahe sambhalaay.Smaru.
4 Aanandi shubh vaartaa sun, dhan dhan ghetaapaal !
Baal prabhunaa darshan karvaa dhasiyaa sau tatkaal.Smaru.
5 Chakchakataa taaraane teje aavyaa maagi tyaay;
Vidh vidhnaa arpan laavine laagyaa prabhune paay.Smaru.
6 Chaalo ghetaapaalak sange, prabhunaa darshan kaaj;
Gyaani sange arpan karie, tan man, dhananu aaj.Smaru.
જયવંતી નાતાલ સ્મરું હું જયવંતી નાતાલ
ટેક: જયવંતી નાતાલ, સ્મરું હું જયવંતી નાતાલ;
ખ્રિસ્ત જયંતી કાળ, સ્મરું હું જયવંતી નાતાલ.
૧ ધન ધન દેશ યહુદા તુજને, ધન બેથલેહેમ ગામ;
ધન ધન સીમા ગામ તણી, ત્યાં થઈ રઢિયાળી જામ.સ્મરું.
૨ શ્વેતાંબર પરિધાન કરીને, સ્વર્ગી દૂતો ત્યાંય;
ખ્રિસ્ત જયંતી કેરું રૂડું મંગળ ગાયન ગાય.સ્મરું.
૩ "પરમ ઊંચામાં પ્રભુને મહિમા, શાંતિ પૃથ્વીમાંય":
મધુર સ્વરોનો રણકો આજે જગમાંહે અંભળાય.સ્મરું.
૪ આનંદી શુભ વાર્તા સુણી, ધન ધન ઘેટાંપાળ !
બાળ પ્રભુનાં દર્શન કરવા ધસિયા સૌ તત્કાળ.સ્મરું.
૫ ચકચકતા તારાને તેજે આવ્યા માગી ત્યાંય;
વિધ વિધનાં અર્પણ લાવીને લાગ્યા પ્રભુને પાય.સ્મરું.
૬ ચાલો ઘેટાંપાળક સંગે, પ્રભુનાં દર્શન કાજ;
જ્ઞાની સંગે અર્પણ કરીને, તન મન, ધનનું આજ.સ્મરું.
More information on this song
Lyrics by: K. M. Ratnagrahi
Higly Rated Songs | Rating | Votes |
---|