Naveen varasama naveen sudano he prabhu lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Naveen varasamaan naveen sudaano he prabhu, sahune deje re,
    Sahu ghar sahu jan ne sahu manamaan vaas kari tun raheje re.

1     Jeevan vinana bachu jeevone tun jivaadi leje re,
    Aatmik andhaan sandhaan mananun timit tale tuj teje re. Naveen.

2     Gat varasomaan khot padi je te tun poori deje re,
    Nij bhaktone nitya amar jal preme paato raheje re. Naveen.

3     Tuj krapaana shubh sandesha nitanit nautam deje re,
    Sahu santona sukh dukh kaale pal pal paase raheje re. Naveen.

4     Sevak, shodhak, bodhak, lekhak vadhata vadhata deje re,
    Aashisharoop sarita pere sahu antaramaan vheje re. Naveen.

5     Aatmik vrashti bahu bahu jan par tun varasaavi deje re,
    Dusht, hatheelaan nirday manane shreshth kari de saheje re. Naveen.

6     Gat varasonaan kadavaan dukho jena manamaan je je re,
    He dukhabhanjak, tun karunaathi de visaraavi te te re. Naveen.

7     Ne sarave je shubhata tujamaan te tun sahumaan bharaje re,
    Tav aashishe aa avanine sundar, sukhakar karaje re. Naveen.

8     Sahune tuj adbhut paraakram tun dekhaadi deje re,
    Nij daasoni namra vinanti hetathi lakshe leje re. Naveen.

This song has been viewed 85 times.
Song added on : 3/4/2021

નવીન વરસમાં નવીન સુદાનો હે પ્રભુ

    નવીન વરસમાં નવીન સુદાનો હે પ્રભુ, સહુને દેજે રે,
    સહુ ઘર સહુ જન ને સહુ મનમાં વાસ કરી તું રહેજે રે.

૧     જીવન વિણના બચુ જીવોને તું જિવાડી લેજે રે,
    આત્મિક અંધાં સંધાં મનનું તિમિત ટળે તુજ તેજે રે. નવીન.

૨     ગત વરસોમાં ખોટ પડી જે તે તું પૂરી દેજે રે,
    નિજ ભક્તોને નિત્ય અમર જળ પ્રેમે પાતો રહેજે રે. નવીન.

૩     તુજ કૃપાના શુભ સંદેશા નિતનિત નૌતમ દેજે રે,
    સહુ સંતોના સુખ દુ:ખ કાળે પળ પળ પાસે રહેજે રે. નવીન.

૪     સેવક, શોધક, બોધક, લેખક વધતા વધતા દેજે રે,
    આશિષરૂપ સરિતા પેરે સહુ અંતરમાં વ્હેજે રે. નવીન.

૫     આત્મિક વૃષ્ટિ બહુ બહુ જન પર તું વરસાવી દેજે રે,
    દુષ્ટ, હઠીલાં નિર્દય મનને શ્રેષ્ઠ કરી દે સહેજે રે. નવીન.

૬     ગત વરસોનાં કડવાં દુ:ખો જેના મનમાં જે જે રે,
    હે દુ:ખભંજક, તું કરુણાથી દે વિસરાવી તે તે રે. નવીન.

૭     ને સરવે જે શુભતા તુજમાં તે તું સહુમાં ભરજે રે,
    તવ આશિષે આ અવનિને સુંદર, સુખકર કરજે રે. નવીન.

૮     સહુને તુજ અદ્ભુત પરાક્રમ તું દેખાડી દેજે રે,
    નિજ દાસોની નમ્ર વિનંતી હેતથી લક્ષે લેજે રે. નવીન.



An unhandled error has occurred. Reload 🗙