Saday pas tha maha dayalu taranar tu lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.


1  Sadaay paas thaa, mahaa dayaalu taaranaar tu,
    Sudaasanaa vivekamaa vigyaan laavanaar tu;
    Ayogya bhaav urathi alop tu karaavaje,
    Vichaar sarv shuddh je hrude vishe bharaavje.

2     Amo manushya jaat to hataa padel paapamaa,
    Mahaa pavitra devanaa apaar tapt taapamaa;
    Dayaalu tu hato ane anup priti te kari,
    Dayaa bharel drashti te amo bhani kari nari.

3     Pitaa tanaa samipano prataap te taji didho,
    Asahy bhaar paapno paraakrame shire lidho;
    Tane sadaay jaanataa amo vakhaan aapiae,
    Dine dine suritiae pavitra maarg kaapiae.

4     Akhand nem swargno atyaarthi padaavaje,
    Pavitra chaal sarvadaa subhaavathi chalaavaje;
    Dayaalu devni krupaa thaye chalaay maargamaa,
    Prayaan sarv poorn to niraant thaay swargmaa.

This song has been viewed 104 times.
Song added on : 2/1/2021

સદાય પાસ થા મહા દયાળુ તારનાર તું

૧ સદાય પાસ થા, મહા દયાળુ તારનાર તું,
    સુદાસના વિવેકમાં વિજ્ઞાન લાવનાર તું;
    અયોગ્ય ભાવ ઉરથી અલોપ તું કરાવજે,
    વિચાર સર્વ શુદ્ધ જે હ્રદે વિષે ભરાવજે.

૨     અમો મનુષ્ય જાત તો હતા પડેલ પાપમાં,
    મહા પવિત્ર દેવના અપાર તપ્ત તાપમાં;
    દયાળુ તું હતો અને અનુપ પ્રીતિ તેં કરી,
    દયા ભરેલ દષ્ટિ તેં અમો ભણી કરી નરી.

૩     પિતા તણા સમીપનો પ્રતાપ તેં તજી દીધો,
    અશ્ય ભાર પાપનો પરાક્રમે શિરે લીધો;
    તને સદાય જાણતાં અમો વખાણ આપીએ,
    દિને દિને સુરીતિએ પવિત્ર માર્ગ કાપીએ.

૪     અખંડ નેમ સ્વર્ગનો અત્યારથી પળાવજે,
    પવિત્ર ચાલ સર્વદા સુભાવથી ચલાવજે;
    દયાળુ દેવની કૃપા થયે ચલાય માર્ગમાં,
    પ્રયાણ સર્વ પૂર્ણ તો નિરાંત થાય સ્વર્ગમાં.



An unhandled error has occurred. Reload 🗙