Pasandageni pal ek aave lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Pasandageni pal ek aave,
    Darek jan ke praja maat,
    Sat kera jooth saathana jange,
    Oobhava shubh, ashubh paksh saath;
    Koi mahaan dhyey, devana doot sam,
    Dai janane vinash ya veg,
    Ne tak jaay vahi, sau kalane maat,
    Saahava te timir ya tej.

2     Sat de sukha-sanpat te poorv,
    Sagar sat thaay kirtivant,
    Oobhavu satane panth te uttam,
    Satano ho jyaa kantak panth;
    Shooro jan tyaa satane varashe,
    Kaayar jan to obho door,
    Jyaan lag janagan grahashe satane,
    Rundhel jemane satano soor.

3     Jalata shaheed kera tejamaa
    Khristana rakta-pagale chaleye
    Ponth nahi dharataa thambhane onchaki,
    Nava-kalavari nit chadheye;
    Nava-sanjoge navi pharaj,
    Bhotakalana jyaa bhulaay bhaav,
    Satane shoora, satana jangama,
    Kamar kasi aagal dhaav.

4     Jothanaa jootho chhone jeete,
    sat to ekalu ja chhe balava,
    Satane bhaage chhone shooli!
    Jothane chho gadeenu sthaan !
    Toy e sholi palate bhaavi,
    Ne dhondhala agamani paar,
    Othe rahene Ishvar haranish,
    nij lokani raakhe sambhaal.

This song has been viewed 98 times.
Song added on : 3/1/2021

પસંદગીની પળ એક આવે

૧ પસંદગીની પળ એક આવે, દરેક જન કે પ્રજા માટ,
    સત કેરા જૂઠ સાથના જંગે, ઊભવા શુભ, અશુભ પક્ષ સાથ;
    કોઈ મહાન ધ્યેય, દેવના દૂત સમ, દઈ જનને વિનાશ યા વેગ,
    ને તક જાય વહી, સૌ કાળને માટ, સાહવા તે તિમિત યા તેજ.

૨     સત દે સુખ-સંપત તે પૂર્વ, સગર સત થાય કીતિવંત,
    ઊભવું સતને પંથ તે ઉત્તમ, સતનો હો જ્યાં કંટક પંથ;
    શૂરો જન ત્યાં સતને વરશે, કાયર જન તો ઊભો દૂર,
    જ્યાં લગ જનગણ ગ્રહશે સતને, રુંધેલ જેંમણે સતનો સૂર.

૩     જલતા શહીદ કેરા તેજમાં ખ્રિસ્તના રક્ત-પગલે ચાલીએ
    પૂંઠ નહિ ધરતાં થંભને ઊંચકી, નવ-કાલવરી નિત ચઢીએ;
    નવ-સંજોગે નવી ફરજ, ભૂતકાળના જ્યાં ભુલાય ભાવ,
    સતના શૂરા, સતના જંગમાં, કમર કસી આગળ ધાવ.

૪     જૂઠનાં જૂથો છોને જીતે, સત તો એકલું જ છે બળવાન,
    સતને ભાગે છોને શૂળી ! જૂઠને છો ગાદીનું સ્થાન !
    તોય એ શૂળી પલટે ભાવિ, ને ધૂંધળા અગમની પાર,
    ઓથે રહીને ઈશ્વર હરનિશ, નિજ લોકની રાખે સંભાળ.



An unhandled error has occurred. Reload 🗙