Are hajaro jibhothi stuti khristni gavu lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Are hajaro jibhothi stuti khristani gaavu;
Mahima ane krupa teni hu sada dekha?u.
2 He mara krupalu dha?i, mari madad tu kar,
Ke phelavu tari va?i akha jagat upar.
3 Isunu naam matade che saghda amara dukh;
Paapione te ape che tara? ne anant sukh.
4 Paapna phandathi Isuae amane cho?avya che,
Ne badha dusht papione te suddha kare che.
5 Teni vani sambhlo, behera, re munga, gaao geet!
Re andhada, juo, ne lula, harshe kudo khachit!
અરે હજારો જીભોથી સ્તુતિ ખ્રિસ્તની ગાઉં
૧ અરે હજારો જીભોથી સ્તુતિ ખ્રિસ્તની ગાઉં;
મહિમા અને કૃપા તેની હું સદા દેખાડું.
૨ હે મારા કૃપાળુ ધણી, મારી મદદ તું કર,
કે ફેલાવું તારી વાણી આખા જગત ઉપર.
૩ ઈસુનું નામ મટાડે છે સઘળાં અમારાં દુ:ખ;
પાપીઓને તે આપે છે તારણ ને અનંત સુખ.
૪ પાપના ફાંદાથી ઈસુએ અમને છોડાવ્યાં છે,
ને બધા દુષ્ટ પાપીઓને તે શુદ્ધ કરે છે.
૫ તેની વાણી સાંભળો, બ્હેરાં, રે મૂંગાં, ગાઓ ગીત !
રે આંધળાં, જુઓ, ને લૂલાં, હર્ષે કૂદો ખચીત !
More information on this song
Original English Hymn: O for a thousand tongues to sing
Lyrics by: Charles Wesly
Translated by: Anandrao B. Shastri
Higly Rated Songs | Rating | Votes |
---|