Paapo bhusi nakho prabhu mujh paapo bhusi nakho lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Paapo bhoosi naakho, prabhu, mujh paapo bhoosi naakho.
1 Kaajad-kaada paapathi hridaye, daagh padaya che laakho !
Raakhi pushkahd rahem tamaari, daagh vidaari naakho... Prabhu
2 Aparaadho mujh che tam saame, ae sahu dhoi naakho,
Divya, agamya tamaari krupaathi, shuddh karo mane aakho..... Prabhu.
3 Paapi garbhama janm lidho mein, paape padyo choo zaakho !
Swargiya snaan karaavi mujane, himathi uujahdo raakho !..... Prabhu.
4 Che mujh haalat paapathi bhangit, tene sudhaari naakho,
Taarahnano sandesh sunaavi, harshaanandama raakho.... Prabhu.
5 Shuddh hriday aapo prabhu, mujama aatma navo, dadh naakho,
Divya, pavitra aatma tamaaro, mujathi na paacho rakho..... Prabhu.
6 Harsh prabhu, do tam taarahnano, aatmaane aashraye raakho,
To shikhavu hu maarg tamaara, paapini uughade aankho.... Prabhu.
7 Prabhu prasann na yagyathi thaaye, raak hriday tame chaakho,
Stuti tamaari karva kaaje, hoth kholi mujh naakho.... Prabhu.
8 Siyon kera kot samaari, sambhaahd teni raakho,
Tyaare karashe sahu shubh arpahn, sant tamaara laakho !...... Prabhu.
પાપો ભૂંસી નાખો પ્રભુ મુજ પાપો ભૂંસી નાખો
પાપો ભૂંસી નાખો, પ્રભુ, મુજ પાપો ભૂંસી નાખો.
૧ કાજળ-કાળાં પાપથી હ્રદયે, ડાઘ પડયા છે લાખો !
રાખી પુષ્કળ રહેમ તમારી, ડાઘ વિદારી નાખો... પ્રભુ
૨ અપરાધો મુજ છે તમ સામે, એ સહુ ધોઈ નાખો,
દિવ્ય, અગમ્ય તમારી કૃપાથી, શુદ્ધ કરો મને આખો..... પ્રભુ.
૩ પાપી ગર્ભમાં જન્મ લીધો મેં, પાપે પડધો છું ઝાંખો !
સ્વર્ગીય સ્નાન કરાવી મુજને, હિમથી ઊજળો રાખો !..... પ્રભુ.
૪ છે મુજ હાલત પાપથી ભંગિત, તેને સુધારી નાખો,
તારણનો સંદેશ સુણાવી, હર્ષાનંદમાં રાખો.... પ્રભુ.
૫ શુદ્ધ હ્રદય આપો પ્રભુ, મુજમાં આત્મા નવો, દઢ નાખો,
દિવ્ય, પવિત્ર આત્મા તમારો, મુજથી ન પાછો રાખો..... પ્રભુ.
૬ હર્ષ પ્રભુ, દો તમ તારણનો, આત્માને આશ્રયે રાખો,
તો શીખવું હું માર્ગ તમારા, પાપીની ઊઘડે આંખો.... પ્રભુ.
૭ પ્રભુ પ્રસન્ન ના યજ્ઞથી થાયે, રાંક હ્રદય તમે ચાખો,
સ્તુતિ તમારી કરવા કાજે, હોઠ ખોલી મુજ નાખો.... પ્રભુ.
૮ સિયોન કેરા કોટ સમારી, સંભાળ તેની રાખો,
ત્યારે કરશે સહુ શુભ અર્પણ, સંત તમારા લાખો !...... પ્રભુ.
More information on this song
Lyrics: M.V. Mcwan
Higly Rated Songs | Rating | Votes |
---|