Dekh Siyoni O Sukanya Raja Ave Che lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Tek : Dekh Siyoni, O Sukanyaa, Raajaa Aave Che,
Vachere savaar thaine, masihaa aave che.
1 Naad gajaavo, jay pokaaro, vastra bichaavo,
Raajaadhiraaj, prabhuno prabhu, tene vadhaavo.
2 Bhaagal sajo, o siyoni, dhvajaa farakaavo,
Naad gajaavo ranashingadaanaa, raajan vadhaavo.
3 Baal siyoni, chup raho naa, gaao hosaanaa,
Chup raho to paththar gaaje, "Jay jay hosaanaa."
4 Prabhu naame raajan aave, aashirvaadit thaay,
Param unche, unche hosaanaa," gaaje samudaay.
5 Shaalem nagar bhaybhit bane, "Shaano samudaay?"
"Gaalilavaasi Isu naajhaari, prabodhak janaay."
6 Manmandire aavo, raajan, arpu dilaasan,
Ghatamaa aavo, thaao krupaavant, aap karo aasan.
દેખ સિયોની ઓ સુકન્યા રાજા આવે છે
ટેક : દેખ સિયોની, ઓ સુકન્યા, રાજા આવે છે,
વછેરે સવાર થઈને, મસીહા આવે છે.
૧ નાદ ગજાવો, જય પોકારો, વસ્ત્ર બિછાવો,
રાજાધિરાજ, પ્રભુનો પ્રભુ, તેને વધાવો.
૨ ભાગળ સજો, ઓ સિયોની, ધ્વજા ફરકાવો,
નાદ ગજાવો રણશિંગડાના, રાજન વધાવો.
૩ બાળ સિયોની, ચૂપ રહો ના, ગાઓ હોસાના,
ચૂપ રહો તો પથ્થર ગાજે, "જય જય હોસાના."
૪ પ્રભુ નામે રાજન આવે, આશીર્વાદિત થાય,
પરમ ઊંચે, ઊંચે હોસાના," ગાજે સમુદાય.
૫ શાલેમ નગર ભયભીત બને, "શાનો સમુદાય?"
"ગાલીલવાસી ઈસુ નાઝારી, પ્રબોધક જણાય."
૬ મનમંદિરે આવો, રાજન, અર્પું દિલાસન,
ઘટમાં આવો, થાઓ કૃપાવંત, આપ કરો આસન.
Higly Rated Songs | Rating | Votes |
---|