Akash ne prathvi pare adhikar saghalo chhe mane lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1 "Aakaash ne prathvi pare adhikaar saghalo chhe mane,
    Maate jai sau deshamaan shishyo karo sau lokane;
    Triek Prabhuna naamathi baaptisma aapo badha,
    Aagya sakal muj paalajo, chhun saathamaan hun sarvada".

2     He Khrist traata ! Premathi aagya ame e shir dhari,
    Aavyaan aheen tuj paas aaje shaanti taari de khari;
    A bhaaee* baaptisma vade jodaay taara saathamaan,
    Tun temane sambhaal taara maargamaan sau vaatamaan.

3     Jalavrashti pethe seenchaje parishuddh aatma premathi,
    Jalasnaan pethe dho, Prabhu, tuj raktathi dil re'mathi;
    Sau paap ne paapisht satta kaadhataan. Dil saaph de,
    Sanskaar baaptisma vade, Prabhu ! Poorn aasheervaad de.

4     Tun jem baaptisma lai jan kaaj homaai gayo,
    Nishpaap tun, paapi tano aanandathi sevak thayo;
    Sevaaroopi jayavant jeevan nitya taarun aapaje,
    Ne antamaan svarge sada tuj sevamaan, Prabhu sthaapaje.

This song has been viewed 54 times.
Song added on : 3/4/2021

આકાશ ને પૃથ્વી પરે અધિકાર સઘળો છે મને

૧ "આકાશ ને પૃથ્વી પરે અધિકાર સઘળો છે મને,
    માટે જઈ સૌ દેશમાં શિષ્યો કરો સૌ લોકને;
    ત્રિએક પ્રભુના નામથી બાપ્તિસ્મા આપો બધા,
    આજ્ઞા સકળ મુજ પાળજો, છું સાથમાં હું સર્વદા".

૨     હે ખ્રિસ્ત ત્રાતા ! પ્રેમથી આજ્ઞા અમે એ શિર ધરી,
    આવ્યાં અહીં તુજ પાસ આજે શાંતિ તારી દે ખરી;
    આ ભાઈ* બાપ્તિસ્મા વડે જોડાય તારા સાથમાં,
    તું તેમને સંભાળ તારા માર્ગમાં સૌ વાતમાં.

૩     જળવૃષ્ટિ પેઠે સીંચજે પરિશુદ્ધ આત્મા પ્રેમથી,
    જળસ્નાન પેઠે ધો, પ્રભુ, તુજ રક્તથી દિલ રે'મથી;
    સૌ પાપ ને પાપિષ્ટ સત્તા કાઢતાં. દિલ સાફ દે,
    સંસ્કાર બાપ્તિસ્મા વડે, પ્રભુ ! પૂર્ણ આશીર્વાદ દે.

૪     તું જેમ બાપ્તિસ્મા લઈ જન કાજ હોમાઈ ગયો,
    નિષ્પાપ તું, પાપી તણો આનંદથી સેવક થયો;
    સેવારૂપી જયવંત જીવન નિત્ય તારું આપજે,
    ને અંતમાં સ્વર્ગે સદા તુજ સેવમાં, પ્રભુ સ્થાપજે.



An unhandled error has occurred. Reload 🗙