Lyrics for the song:
Chalo Khristana sainiko yudhama aje jaiye
Gujarati Christian Song Lyrics
1 Chaalo, Khristana sainiko yuddhamaa aaje jaeeye,
Shetaan saame yuddh kari, jagane jeeti laeeye.
Juo, loko paapana bandhane bandhaaya,
Bandhan todi naakheeshu, jay jay hallelujah.
2 Suno Khristaachaareeo, Isunun pharamaan aa,
Sarv deshamaa jaeene, prasaaro suvaarta,
Yuddh bhaare chhe khacheet lo hathiyaaro devanaa,
Isu aapano aagevaan, jay jay hallelujah.
3 Baandho sainiko shoora, satyataathi kamar,
Pahereene oobha raho, nyaayeepanaanu bakhtar,
Shaantiroop suvartaani, taiyaareeroop jodaa,
Pahereene aagal vadho, jay jay hallelujah.
ચાલો ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આજે જઈએ
૧ ચાલો, ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આજે જઈએ,
શેતાન સામે યુદ્ધ કરી, જગને જીતી લઈએ.
જુઓ, લોકો પાપના બંધને બંધાયા,
બંધન તોડી નાખીશું, જય જય હાલેલૂયા.
૨ સુણો ખ્રિસ્તાચારીઓ, ઈસુનું ફરમાન આ,
સર્વ દેશમાં જઈને, પ્રસારો સુવાર્તા,
યુદ્ધ ભારે છે ખચીત લો હથિયારો દેવનાં,
ઈસુ આપણો આગેવાન, જય જય હાલેલૂયા.
૩ બાંધો સૈનિકો શૂરા, સત્યતાથી કમર,
પહેરીને ઊભા રહો, ન્યાયીપણાનું બખ્તર,
શાંતિરૂપ સ્વાર્તાની, તૈયારીરૂપ જોડાં,
પહેરીને આગળ વધો, જય જય હાલેલૂયા.
Higly Rated Songs | Rating | Votes |
---|