Viti badha vishvano vel gayo lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Veeti badha vishvano vel gayo, ne nyaay chukaavano kaal thayo;
    Biraajata aasane bhoop, aha ! Oobhi badha dootani phoj maha.

2     Ranashing gaaji ghano shor kare, mrat sarv sune phari jeev dhare;
    Tatkaal oothe badha, ghor taji, pratyaksh thashe navaan ang saji.

3     Raaja dhari dand to nyaay kare, lekhe lakhyun hoy te haath dhare;
    Mooke na te eke maandel bina, chooke na ko naam chukaav vina.

4     Sau kaary ne shabd bolel badha, manamaan karya gupt vichaar kada;
    Je lekhamaan sarv maadel hashe, tena thaki nyaay chukaav thashe.

5     Traata tana thambhathi traan male, Isu thaki shuddhane shaant vale;
    Tethi jashe shuddhanun kaam sari, paapi thashe shuddh vishvaas kari.

This song has been viewed 84 times.
Song added on : 3/4/2021

વીતી બધા વિશ્વનો વેળ ગયો

૧ વીતી બધા વિશ્વનો વેળ ગયો, ને ન્યાય ચુકાવનો કાળ થયો;
    બિરાજતા આસને ભૂપ, અહા ! ઊભી બધા દૂતની ફોજ મહા.

૨     રણશિંગ ગાજી ઘણો શોર કરે, મૃત સર્વ સુણે ફરી જીવ ધરે;
    તત્કાળ ઊઠે બધા, ઘોર તજી, પ્રત્યક્ષ થશે નવાં અંગ સજી.

૩     રાજા ધરી દંડ તો ન્યાય કરે, લેખે લખ્યું હોય તે હાથ ધરે;
    મૂકે ન તે એકે માંડેલ બિના, ચૂકે ન કો નામ ચુકાવ વિના.

૪     સૌ કાર્ય ને શબ્દ બોલેલ બધા, મનમાં કર્યા ગુપ્ત વિચાર કદા;
    જે લેખમાં સર્વ માડેલ હશે, તેના થકી ન્યાય ચુકાવ થશે.

૫     ત્રાતા તણા થંભથી ત્રાણ મળે, ઈસુ થકી શુદ્ધને શાંત વળે;
    તેથી જશે શુદ્ધનું કામ સરી, પાપી થશે શુદ્ધ વિશ્વાસ કરી.



An unhandled error has occurred. Reload 🗙