Lyrics for the song:
Chogam vataavarn asmaani akash

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
Share this song

1  Chogam vaataavarn, aasmaani aakaash,
    Chalak chalak mandaan, jyotishmaan prakash;
    Kartaanaa shubh karma dekhaade din raat,
    Din din par che kathan, nish nish pan shubh vaat.

2  Shabd pade nahi kaan, nahi nikale pan saad,
    Nirvaachaa gambhir, to pan che shubh vaad;
    Param kavi tano raag, kartaano aa chhand,
    Bhang vinaa che taal, juo aa padbandh.

3  Jyaa jyaa manavjaat, jene antar budh;
    Bhutalane sahu thaam, bodh lahe parishuddh;
    Male na aevo desh, paase ke bahu dur,
    Jyaa jootaa krut reet, gyaan vase nahi uur.

4  Shrushti vikhe dekhaay, suraj kaaje dhaam,
    Prabhatamaa te veer dise che nij thaam;
    Var harkhe jem shubh kanyaane kaaj,
    Dise jyotishmaan, harkhit te varraaj.

Copy
This song has been viewed 99 times.
Song added on : 10/26/2020

ચોગમ વાતાવર્ણ આસમાની આકાશ

૧  ચોગમ વાતાવર્ણ, આસમાની આકાશ,
    ચળક ચળક મંડાણ, જ્યોતિષ્માન પ્રકાશ;
    કર્તાનાં શુભ કર્મ દેખાડે દિન રાત,
    દિન દિન પર છે કથન, નિશ નિશ પણ શુભ વાત.

૨  શબ્દ પડે નહિ કાન, નહિ નીકળે પણ સાદ,
    નિર્વાચા ગંભીર, તો પણ છે શુભ વાદ;
    પરમ કવિ તણો રાગ, કર્તાનો આ છંદ,
    ભંગ વિના છે તાળ, જુઓ આ પદબંધ.

૩  જ્યાં જ્યાં માનવજત, જેને અંતર બુધ;
    ભૂતળને સહુ ઠામ, બોધ લહે પરિશુદ્ધ;
    મળે ન એવો દેશ, પાસે કે બહુ દૂર,
    જ્યાં જોતાં કૃત રીત, જ્ઞાન વસે નહિ ઉર.

૪  સૃષ્ટિ વિખે દેખાય, સૂરજ કાજે ધામ,
    પ્રભાતમાં તે વીર દીસે છે નિજ ઠામ;
    વર હરખે જેમ શુભ કન્યાને કાજ,
    દીસે જ્યોતિષ્માન, હરખિત તે વરરાજ.

Copy


An unhandled error has occurred. Reload 🗙