Lyrics for the song:
Yudhe Khristi yodha chali agre thao

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
Share this song

1  Yuddhe, Khristi yoddha, chaali agre thaao;
    Stambh je aagad chaale, teni puthe jaao;
    Isune nrup thai dore, shatruni saame;
    Juo dhvaja aeni chaale sangraame.

     Yuddhe, Khristi yoddha, chaali agre thaao;
    Stambh je aagad chaale, teni puthe jaao;

2     Jaychinh jota naase shaitaani samaaj;
    Maate, yoddha, aagad chaalo jayne kaaj.
    Stotrona avaaje dole narkaasan;
    Bhraatru, garji gaao jussathi kirtan.

3     Devni mandali chaale, balvan fojani jem;
    Bhraatru, santo chaalya, jaiae chiae tem,
    Juda nathi ek aj chiae ek aj ang;
    Aashaa, priti, matamaa chiae sahu sang.

4     Mugat, gaadi naash thaay, raajno astoday,
    Pan Isunenu mandal paame nahi kshay.
    Te par narknu raajbal faavi na janaar;
    Khristnu vachan ko din vyarth na thanaar.

5     Aanandi tolimaa, aavi aagad aagad thaao,
    Jaystotrona geeto sanyukt thai gaao;
    "Raaja Khristne thaao, gaurav, stuti, maan;"
    Sada maanav, duto gaay che ae gaan.

Copy
This song has been viewed 104 times.
Song added on : 3/1/2021

યુદ્ધે ખ્રિસ્તી યોદ્ધા ચાલી અગ્રે થાઓ

૧ યુદ્ધે, ખ્રિસ્તી યોદ્ધા, ચાલી અગ્રે થાઓ;
    સ્તંભ જે આગળ ચાલે, તેની પૂઠે જાઓ;
    ઈસુ નૃપ થઈ દોરે, શત્રુની સામે;
    જુઓ ધ્વજા એની ચાલે સંગ્રામે.

ટેક:     યુદ્ધે, ખ્રિસ્તી યોદ્ધા, ચાલી અગ્રે થાઓ;
    સ્તંભ જે આગળ ચાલે, તેની પૂઠે જાઓ;

૨     જયચિહ્ન જોતાં નાસે શૈતાની સમાજ;
    માટે, યોદ્ધા, આગળ ચાલો જયને કાજ.
    સ્તોત્રોના અવાજે ડોલે નર્કાસન;
    ભ્રાતૃ, ગર્જી ગાઓ જુસ્સાથી કીર્તન.

૩     દેવની મંડળી ચાલે, બળવાન ફોજની જેમ;
    ભ્રાતૃ, સંતો ચાલ્યા, જઈએ છીએ તેમ,
    જુદા નથી એક જ છીએ એક જ અંગ;
    આશા, પ્રીતિ, મતમાં છીએ સહુ સંગ.

૪     મુગટ, ગાદી નાશ થાય, રાજનો સસ્તોદય,
    પણ ઈસુનું મંડળ પામે નહીં ક્ષય.
    તે પર નર્કનું રાજબળ ફાવી ન જનાર;
    ખ્રિસ્તનું વચન કો દિન વ્યર્થ ન થનાર.

૫     આનંદી ટોળીમાં, આવી આગળ થાઓ,
    જયસ્તોત્રોનાં ગીતો સંયુક્ત થઈ ગાઓ;
    "રાજા ખ્રિસ્તને થાઓ, ગૌરવ, સ્તુતિ, માન;"
    સદા માનવ, દૂતો ગાય છે એ ગાન.

Copy


An unhandled error has occurred. Reload 🗙